શુક્ર ગ્રહ એ ધન, વૈભવ અને સંપતિ આપનારો ગ્રહ છે. જ્યોતિષ મુજબ શુક્ર દરેક ગ્રહોમાં સૌથી ચમકદાર છે. શુક્રનું રાશિ પરિવર્તન ખાસ કરીને લોકો માટે શુભ હોય છે. શુક્રના આ રાશિ પરિવર્તન પછી દરેક રાશિના જાતકો પર થશે અસર. સામાન્ય રીતે આ ગ્રહનું રાશિ પરિવર્તન 23 દિવસે થાય છે.
આ વર્ષે 4 જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ સવારે 4 કલાક 51 મિનિટે વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં પરિવર્તન કરવાના છે.. શુક્ર ગ્રહ ધન રાશિમાં ૨૮ જાન્યુઆરી ૨૦૨૧ સુધી રહેશે. શુક્ર ગ્રહના આ ગોચરથી અમુક રાશિનો સમય અનુકુળ રહેશે. જેના કારણે રાશિના જાતકોને સફળતા પ્રાપ્ત થશે, દરેક મનોકામના પૂર્ણ થશે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કઈ રાશિના જાતકો પર શુક્રનું રાશિ પરિવર્તનની અસર થશે.
મેષ રાશિ :- શુક્રનું ગોચર નવમા સ્થાને રહેશે, આ સ્થાન ભાગ્યનું સ્થાન છે. આ રાશિના જાતકોને લાભ પ્રાપ્ત થશે. અટકેલા નાણા પરત મળશે. ભૌતિક સુખ સુવિધા પાછળ ખર્ચ કરશો. રોકાણ અને ધંધામાં મોટો ફાયદો થશે. આવક અને જાવકનું સંતુલન જાળવી શકશો. કેટલાયે સમયથી અટકી પડેલ કામ પુરૂ કરી શકશો.
વૃષભ રાશિ :- શુક્રનુ ગોચર તમારી રાશિના સપ્તમ ભાવમાં થશે. પ્રેમ જીવનમાં ઉન્નતિ કરશો. રોમાંસ વધશે. સંબંધોમાં મધુરતા અને તાજગી અનુભવશો. દામ્પત્ય જીવનમાં મધુરતા આવશે. વેપારમાં પ્રગતિ થશે. ભાગીદારીમાં સફળતા પ્રાપ્ત થશે. અટકેલા નાણા પાછા મળશે.
કર્ક રાશિ :- શુક્ર કર્ક રાશિના આઠમા સ્થાને પ્રવેશ કરશે. જીવનસાથી સાથે વિવાદની પરિસ્થિતિ ઊભી થશે. પ્રેમ સંબંધમાં પણ સમસ્યાઓ થાય. પરંતુ તમારે સંયમ રાખી આગળ વધવું. કોઇ જગ્યાએ રોકાણ કર્યુ હશે તો સારો એવો લાભ પ્રાપ્ત કરી શકશો. સંતાન સુખ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં નિર્ણયની પ્રશંસા થશે.
કન્યા રાશિ :- કન્યા રાશિના જાતકોને શુક્રના ગોચરથી સ્વાસ્થ્યનો લાભ થશે. બીમારીઓ અને દવા પર ખર્ચ ઓછો થશે. નોકરીમાં પદોન્નતિ થશે. મુશ્કેલ સમય ગયો સમજો. આવકના નવા સાધનો પ્રાપ્ત થશે.
મિથુન રાશિ :- શુક્રનું ગોચરથી ભૌતિક સુખ સુવિધામાં વધારો થવાનો છે. આ સ્થાન પરાક્રમ અને શૌર્યને વધારશે. આવકના સાધનો વધશે. ધાર્મિક તેમજ માંગલિક કાર્યમાં રસ રૂચી વધશે. ભાગ્યનો પુરતો સાથ મળશે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. પ્રેમીજન સાથે ફરવા જવાનું આયોજન થઈ શકે છે.