આ દિવસે શુક્ર ગ્રહ કરશે કુંભ રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિઓ માટે રહેશે શુભ

રાશિફળ

શુક્ર ગ્રહ, મકર રાશિ માંથી નીકળીને 22 ફેબ્રુઆરી મધ્યરાત્રે કુંભ રાશિમાં પ્રવેશ કરવાનો છે. મકર રાશિમાં પ્રવેશ બે વાગે ને ઓગણીસ મિનિટે કુંભ રાશિમાં થશે. શુક્રના રાશિ પરિવર્તનની અસર ઘણા લોકોના જીવન પર પડશે. ઘણી રાશિઓ માટે આ પરિવર્તન શુભ સાબિત થશે. જ્યારે ઘણી રાશિઓ ઉપર આ શુક્રનું પરિવર્તન કષ્ટદાયક હશે. તો ચાલો જાણીએ કે રાશિ ઉપર તેનું કઈ રીતે પરિવર્તન થશે અને કેટલી અસર પડશે.

મેષ રાશિ :- મેષ રાશિના જાતકો માટે આ ગોચર શુભ સાબિત થશે. તથા આ રાશિના લોકોને ધનની પ્રાપ્તિ થશે. આ રાશિના જાતકો ને વિવાહનો યોગ પણ બની રહેશે. જો કોઈ કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ શુભ સમય છે. શિક્ષા પ્રતિયોગિતા માટે પણ ખૂબ જ અનુકૂળ સમય છે. કૂલ મળીને આ ગોચર મેષ રાશિના જાતકો માટે લાભકારી થવાનો છે.

વૃષભ રાશી :- આ રાશિના લોકોને પણ આ ગોચર થી સુખદ ફળ મળશે. કાર્ય વેપારમાં પ્રગતિ થાય છે. પરિવારમાં સારા સંબંધો બની રહેશે. કાલક્ષેત્રથી જોડાયેલા લોકોને પ્રગતિ થશે. ધનલાભનો યોગ પણ બની રહેશે. હાલમાં કોઈ નિર્ણય લેતા પહેલા સો વાર વિચારી ને નિર્ણય લેજો.

મિથુન રાશિ :- મિથુન રાશિના લોકો ને તેનો ભાગ્ય સાથ આપશે. ધર્મ કર્મના મામલામાં રુચિ લેશો. કોઈ તીર્થ સ્થળ પર યાત્રા પર જવાનું પણ બની શકશે. નોકરી અને વેપારમાં પણ પ્રગતિ થશે. જે કાર્ય કરવાનું વિચારી રહ્યા હશો તેમાં તમને સફળતા મળશે. એટલે કે કુલ મળીને શુક્ર નો ગોચર શુભ સાબિત થશે.

કર્ક રાશિ :- કર્ક રાશિના લોકો માટે શુક્રનું ગોચર વધારે સારું સાબિત નહીં થાય. ઘણા પ્રકારના ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ સાથે વાદ વિવાદ થઇ શકે છે. પરિવારના લોકો સાથે પણ મતભેદ થઈ શકે છે. કોઈ મામલાને લઈને કોર્ટ કચેરીના ચક્કર પણ લગાવી શકે છે. પ્રેમ સંબંધી મામલાઓમાં પણ ઉદાસીનતા રહી શકે છે.
તમારી પરેશાનીઓમાં પણ થોડો અંતર આવી શકે.

સિંહ રાશી :- સિંહ રાશિના લોકો માટે આ ગોચર સારું સાબિત થશે. લગ્ન વિવાહ નો યોગ બની રહેશે. આ માટે જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તેના લગ્ન નક્કી થવાનું બની શકે છે સરકારી વિભાગોમાં પ્રતીશીત કાર્ય પૂર્ણ થશે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે. બધા કામમા કામયાબી મળશે.

કન્યા રાશિ :- શુક્રનો આ ગોચર કન્યા રાશિના છઠ્ઠા શત્રુભાવ માં થઈ રહ્યો છે. જેના કારણે આ ગોચર અશુભ પણ સાબિત થઇ શકે છે. તો ભૌતિક સુખો ની અછત આવશે. પરિવારના લોકો સાથે મનભેદ થઈ શકે છે. તેના માટે સમજી વિચારીને નિર્ણય લેવો. તમારા ગુપ્ત શત્રુ પણ વધી શકે છે. અને તમે કોર્ટ કચેરીના મામલામાં પણ ફસાઈ શકો છો.