ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને ઘરની સુખ સમૃદ્ધી વધારવાની આ પાંચ વસ્તુ વિષે જણાવ્યું હતું…. 

જાણવા જેવું

દરેક વ્યક્તિ પોતાના ઘર પરિવારની સુખ શાંતિ માટે કાયમી માટે શક્ય તેટલી કોશિશ કરતો હોય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવારને સુખી જીવન વિતાવવા માટે અથાક મહેનત અને સંભવ એટલી કોશિશ કરતો હોય છે. પરંતુ શું તમને ખબર છે માત્ર પાંચ વસ્તુ દ્વારા તમને પણ મળી શકે છે જીવનના બધા જ સુખ શાંતિ અને સમૃદ્ધિ?

જી હા, મિત્રો હકીકતમાં મહાભારત ની અંદર યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું હતું કે ઘરને સુખી અને સમૃદ્ધ કઈ રીતે બનાવી શકાય, અને ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેના ઉત્તરમાં અમુક એવી વાત બતાવી છે કે જે દરેક વ્યક્તિ માટે છે ઉપયોગી. તો ચાલો જાણીએ કઈ છે એ પાંચ વસ્તુઓ કે જે વધારે છે તમારા ઘરની સમૃદ્ધિ.

કઈ છે એ પાંચ વસ્તુ? 1. ઘરમાં ઘી નો દીવો પ્રગટાવવો : આપણે દરેક લોકો જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ ઘીનું સેવન કરે તો તેના કારણે તેની શારીરિક શક્તિમાં વધારો થાય છે. તેવી જ રીતે જો સવાર-સાંજ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે તો તેના કારણે ઘરની અંદર સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે.

2. પાણીનું મહત્વ : જો વાસ્તુ શાસ્ત્ર અનુસાર જોવામાં આવે તો ઘરની અંદર સ્વચ્છ પાણી રાખવા માટેનું એક અલગ સ્થાન હોવું જોઇએ, અને જ્યારે ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે તેને હંમેશાં એ માટે પહેલાં પાણીનું આગ્રહ કરવો જોઈએ. આમ કરવાથી તમારી કુંડળીની અંદર રહેલા કોઈ પણ દોષ દૂર થઈ જાય છે.

3. ઘરમાં રાખો ચંદન : દરેક વ્યક્તિએ હંમેશાં ને માટે પોતાના ઘરમાં ચંદન રાખવું જોઈએ. કેમકે, તે ઘરની અંદર રહેલું ચંદન તમારા ઘરની દરેક નકારાત્મક ઊર્જાને દૂર કરે છે, અને સાથે સાથે ચંદનનું તિલક કરવાથી તમારા મસ્તિષ્કને શાંતિ પણ મળે છે.

4. વીણા : વીણા માતા સરસ્વતીનું વાજિંત્ર છે, અને આપણે દરેક લોકો જાણીએ છીએ કે માતા સરસ્વતી બુદ્ધિ અને શિક્ષાની દેવી છે. આથી જ વીણા ને જો ઘરમાં રાખવામાં આવે તો તેના કારણે આપણા પરિવારના લોકોની બુદ્ધિ સ્થિર થાય છે, અને દરેક પરિસ્થિતિઓની અંદર ધેર્ય થી કાર્ય કરવાની ક્ષમતા મળે છે.

5. મધ : જો તમે પણ તમારા ઘરની અંદર મધ રાખશો તો તેના કારણે તમારા ઘરની અંદર રહેલા દરેક પ્રકારના દોષ શાંત થઈ જાય છે. જો પૂજા પાઠ ની અંદર પણ મધનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે વ્યક્તિના જીવનની અંદર સુખ સમૃદ્ધિ કાયમી માટે બની રહે છે.