ખુબ જ ઓછા લોકોને ખબર હશે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની તારીખ અને સમય, જાણી લો….

જાણવા જેવું ધાર્મિક

ભારતની સાત પ્રાચીન અને પવિત્ર નગરીઓ માંથી એક છે મથુરા. મથુરા નું મહત્વ ખુબજ છે. જેવી રીતે ઈસાઈઓ માટે બેથલહેમ, બુદ્ધ માટે લુમ્બિની અને મુસ્લિમો માટે મદીના છે એમજ હિંદુઓ માટે મથુરા છે.

મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ થયો હતો. જન્મ થી લઈને નિર્વાણ સુધી ભગવાન શ્રી કૃષ્ણના જીવનની ઘટનાઓ માં ભરપુર રોમાંચ જોવા મળે છે. આકાશવાણીએ કૃષ્ણના માં અ કન્વ્સ ને જણાવ્યું કે વસુદેવ અને દેવકીનું સંતાન જ તારા મૃત્યુનું કારણ બનશે.

અને તેથી તેને વસુદેવ અને દેવકી બંને ને જેલમાં નાખી દીધા. અને કંસ એ બનેંના સંતાનની ઉત્પત્તિ થતાજ તેને મારી નાખતો હતો. ભવિષ્યવાણી અનુસાર વિષ્ણુ દેવકીના ગર્ભ થી કૃષ્ણના રૂપના જન્મ લેવાના હતા,

તો તેને પોતાના ૮ માં અવતાર ના રૂપમાં ૮ માં મનુ વૈવસ્વત ના મન્વન્તર ના ૨૮ માં દ્વાપરમાં ભાદ્રપદ ના કૃષ્ણ પક્ષની રાત્રી એ ૭ મુહુર્ત નીકળી ગયા અને ૮ મુ ચાલુ થયું ત્યારે આદ્ધી રાત્રે જયારે સૌથી શ્રેષ્ઠ સમય હતો.

એ સમય પર ફક્ત શુભ ગ્રહોની દ્રષ્ટિ હતી. રોહિણી નક્ષત્ર તેમજ અષ્ટમી તિથી ના સંયોગ થી જયંતી નામનો યોગ લગભગ ૩૧૧૨ ઇસવીસન પહેલા આજથી ૨૧૨૬ વર્ષ પહેલા થયો હતો.

જ્યોતિષ અનુસાર રાત્રે ૧૨ વાગે એ સમયે શૂન્ય કાલ હતો. શાસ્ત્ર અને વેદો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ એ જ સમયે થયો હતો અને આજ ની વૈજ્ઞાનિક કલ્પનાઓ અનુસાર પણ કહી શકાય છે.

તો ભગવાન શ્રી કૃષ્ણો જન્મ સમય ૫૧૨૬ વર્ષ પૂર્વે થયો હતો એજ સમયે આ ગ્રહ સ્થિતિ ઉત્પન્ન થઇ હતી. તેના અનુસાર એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ સમય વેદો મુજબ ઠીક છે.