સૂર્યપુત્ર શનિદેવને પ્રસન્ન કરવા માટે કરી લો ફક્ત આ ઉપાય, દરેક મુશ્કેલીનો થશે અંત..

ધાર્મિક

શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવનું નામ સાંભળીને ઘણા લોકોને ડર લાગે છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવની કૃપાથી શનિદેવ દરેક પ્રાણીઓને તેમના કર્મો અનુસાર તેના પાપ કર્મો અને પુણ્ય કર્મનું ફળ આપે છે. શાસ્ત્રોમાં શનિના અશુભ પ્રભાવને દૂર કરવા માટેના ઘણા ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શનિદેવનાં ક્રોધથી બચવા માટે દરેક લોકો ઘણા પ્રયત્ન કરે છે. શનિદેવ વ્યક્તિના કર્મો અનુસાર દંડ આપે છે. શનિદેવની પૂજા કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. સાથે જ જે લોકો પર શનિની સાડા સાતી ચાલતી હોય છે તેમને પણ શનિનાં પ્રકોપથી રાહત મળે છે.

શનિની પૂજા કરતા સમયે રાખવું આટલુ ધ્યાન :- શનિદેવની પૂજા કરતી વખતે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઇએ નહીં. તાંબું સૂર્યની ધાતુ છે. શનિ અને સૂર્ય એકબીજાને દુશ્મન માને છે. સૂર્ય પુત્ર હોવા છતા શનિદેવ અને સૂર્યદેવને બનતુ નથી. શનિદેવની પૂજામાં લોખંડના વાસણનો જ ઉપયોગ કરવો જોઇએ. લોખંડ અથવા માટીનો દીવો પ્રગટાવવો, લોખંડના વાસણમાં ભરીને તેલ ચઢાવવું.

શનિવારે પીપળાના ઝાડની આસપાસ સાત વાર કાચા દોરાને લપેટો. દોરાને લપેટતા સમયે શનિના મંત્રનો જાપ કરતા રહો. આ પછી, દીપદાન કરો. સાથે જ શનિવારે માત્ર એક જ વાર મીઠું અથવા મસાલા વિના સાદું ભોજન અથવા ખિચડી બનાવીને ખાવી જોઇએ.

આ ઉપાયથી શનિદેવ થશે પ્રસન્ન :- કોઈ પણ કાળા કૂતરાને તેલમાં ચોપડેલી રોટલી અને મીઠાઈઓ ખવડાવવી. જો આ ઉપાય શક્ય ન હોય તો કાળા કૂતરાને બિસ્કિટ ખવડાવી શકો છો. તેવી જ રીતે કાળી ગાયની સેવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમના દ્વારા થતાં દોષોને દૂર કરવામાં આવે છે.

શનિના દોષોને દૂર કરશે હનુમાન :- શનિ સંબંધિત દોષોને દૂર કરવા માટે હનુમાનજીની સાધના એક રામબાણ સાબિત થાય છે. જો તમે શનિના દોષ અથવા સાડાસાતીથી પરેશાન હોય, તો નિયમિત ભગવાન હનુમાનની પૂજા કરવી. ખાસ કરીને મંગળવાર અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો અને હનુમાનજીને સિંદૂર ચઢાવવું.

આ ઉપરાંત તેમની પૂજા કરતાં સમયે નીચે જણાવેલાંમાંથી કોઇપણ એક મંત્રનો જાપ કરવો. શનિ મંત્રનો જાપ કરતી વખતે ભક્તનું મુખ પશ્ચિમ દિશામાં જ હોવું જોઇએ. શનિ મંત્ર ૐ શં શનૈશ્ચરાય નમઃ અને ॐ ऐं ह्लीं श्रीशनैश्चराय नम: મંત્રનો જાપ કરવો.