શિયાળામાં આપણે શરીરને તો ગરમ કપડાથી સારી રીતે હુંફ આપીએ છીએ પરંતુ શરીરને અંદરથી હુંફ આપવા માટે કેટલાક ખોરાક, મસાલાનો આહારમાં સમાવેશ કરી અને કુદરતી રીતે શરીરમાં ગરમી ઉત્પન્ન કરી શકાય છે. શિયાળાની ઋતુમાં લોકો શરદી અને જુખામ થી પરેશાન રહેતા હોય છે. સાથે જ વહેતું નાક અને જકડાયેલ શરીર કઈ પણ કામ કરવા નથી દેતા હોતા.
આવી સ્થિતિમાં આહારમાં આવી કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને શરીરની ગરમી વધારી શકાય છે. જેના કારણે શરીરમાં હૂંફ પણ રહે છે. અને ઘણી બીમારી થી બચી શકાય છે. તો જાણી લો આ ઠંડીમાં તમે કઈ કઈ વસ્તુનું સેવન કરશો.
શિયાળાની શરૂઆતના દિવસો ખૂબ જ આહલાદક હોય છે. વરસાદી વાતાવરણના ભેજ અને બાફમાંથી છુટકારો મળે છે. ગુલાબી ઠંડીની શરૂઆતના દિવસોમાં વાતાવરણની શરીર પર હકારાત્મક અસર થવાનું શરૂ થાય છે.
શિયાળા દરમ્યાન શરીર શક્તિ મેળવે છે. ભૂખ લાગે છે. ખોરાક સરળતાથી પચે છે. શિયાળુ ખોરાકમાં શાકભાજી, કચુંબર અને ફળોમાં પણ વિવિધતા હોવાથી જમવાની પણ મજા પડે તે સ્વાભાવિક છે. ઠંડીમાં આટલી વસ્તુનું કરો સેવન:
દૂધ સાથે કરવું સેવન:- તુલસી, લવિંગ, આદુ અને કાળા મરી ખાઓ. આ વસ્તુને તમે દૂધ અથવા ચા સાથે લઈ શકો છો. ખજૂરની તાસીર ગરમ હોવાથી તેને ગરમ દૂધ સાથે ખાઓ. આ માત્ર બાળકો માટે જ નહીં પરંતુ તમામ ઉંમરના લોકો માટે પણ ફાયદાકારક છે. તમે ખજૂરનો હલવો પણ બનાવી શકો છો.
મધ:– શીયાળામાં મધ નો ઉપયોગ સ્વીટનર તરીકે કરવો જોઈએ,પ્રકૃતિ માં મધ કુદરતી રીતે જ હુંફાળુ હોય છે જેથી શરીરને ઠંડી સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. શીયાળામાં સનબર્નને લીધે ત્વચામાં થયેલ નુકશાનને પહોંચી વળવા માટે પણ મધ ઉત્તમ ટોનીક છે. મધ સાથે પીપલી, કાળા મરી, સુંઠ અને મુલેઠીનું ચૂર્ણ બનાવીને તેનું સેવન કરો.
ગોળ:– ગોળનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. વિટામિન, મિનરલ્સ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ સમૃદ્ધ ગોળ માયગ્રેશન, અસ્થમા, થાક અને અપચોમાં ફાયદાકારક છે. જો તમને કફની સમસ્યા છે, તો આદુ સાથે ગોળ ખાઓ.
ઘી:- દેશી ઘી ખાઓ. દરરોજ ૧૫ ગ્રામ ઘીનું સેવન શરીરને હુંફની સાથે ગરમ રાખે છે. તે ત્વચાને શુષ્ક થતા રોકે છે.