શિયાળામાં ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ, હાડકાની ઘણી સમસ્યાઓ થશે દુર..

સ્વાસ્થ્ય

ઠંડીની સીઝનમાં મોટાભાગના લોકોને ખાસ કરીને વૃદ્ધ લોકોને હાડકાં અને સાંધામાં દુખાવો થવા લાગે છે. શિયાળા માં મોટાભાગે લોકો કેટલીક વસ્તુઓ ખાવાનો ખાસ આગ્રહ રાખતા હોય છે. દૈનિક આહાર માં શિયાળા ની અંદર અમુક ખાદ્ય પદાર્થનો સમાવેશ કરવો શરીર માટે ખુબ જ યોગ્ય છે.

એવું પણ માનવામાં આવે છે કે શિયાળામાં કેટલીક વસ્તુઓ ખાવી ખુબ જ ગુણાકારી પણ હોય છે પરંતુ ઘણા લોકોને એ વાતની ખબર નથી હોતી કે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને કઈ વસ્તુ રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરે છે.

લીલા શાકભાજી :- શિયાળાની અંદર ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી ખાવા જોઈએ કારણ કે તેની અંદર પ્રોટીન અને વિટામિન ભરપૂર પ્રમાણમાં રહેલા છે જે શરીર માટે ખુબ જ ગુણકારી છે.

કેસર અને હળદરનું દૂધ :- કેટલાય રિસર્ચમાં દાવો કરવામાં આવી ચુક્યો છે કે હળદર સંધિવાના દુખાવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. હળદર માંથી મળી આવતાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ સાંધાના દુખાવા માં આરામ પહોંચાડે છે. ત્યારે દૂધ કેલ્શિયમ નું ઉત્તમ સ્ત્રોત છે જે હાડકાંને મજબૂત બનાવે છે. ઠંડીની ઋતુ માં એક ગ્લાસ ગરમ હળદરના દૂધ માં કેસર મિક્સ કરીને પીઓ. તેનાથી તમારાં હાડકાંનાં દુખાવાની સમસ્યા દૂર થશે.

ગુંદર-ગોળના લાડુ :- ગુંદરના લાડુ કેટલાય પ્રકારની બીમારીઓને દૂર કરીને શરીરને અંદરથી મજબૂત બનાવે છે. આ જ કારણ છે કે ડિલીવરી બાદ મોટાભાગ ની મહિલાઓને ગુંદર-ગોળના લાડુ ખાવા માટે આપવામાં આવે છે. લાડુ બનાવવા માટે વપરાતી વસ્તુઓ શિયાળા ની ઋતુમાં શરીરને ગરમ રાખવાની સાથે હાડકાંને મજબૂત બનાવે છે.

ડ્રાયફ્રુટ:- ડોક્ટર પણ હંમેશા ડ્રાયફ્રુટ ખાવાની સલાહ આપતા હોય છે. ડ્રાયફ્રૂટ ની અંદર તમામ પ્રકારના વિટામિન, ફાયબર, પ્રોટીન જેવા અનેક ગુનો રહેલા છે. જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે માટે શિયાળામાં બને તેટલા ડ્રાયફ્રુટ વધારે ખાવા જોઈએ.

સંતરા અને ગાજરનું ડિટૉક્સ ડ્રિન્ક :-  આ ઋતુની અંદર ખાટ્ટા રસવાળા ફાળો જેવા કે મોસંબી, નારંગી, લીંબુ, દ્રાક્ષ વગેરે ફળોમાં વિટામિન સી વધારે પ્રમાણમાં હોય છે જે ખાવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. પોતાના ડાયેટમાં ડિટૉક્સ ડ્રિન્ક જરૂર સામેલ કરો.