શિયાળામાં ચહેરા પર આ ઉપચાર કરશે જાદુઈ અસર, જાણો ત્વચા પર આવશે ચમક

સ્વાસ્થ્ય

શિયાળામાં ત્વચા ફાટી જવી એ એક સામાન્ય વાત છે. આપણે ત્વચાને સુંદર બનાવવા અને તેની સુંદરતા જાળવી રાખવા માટે ઘણા પ્રયત્ન કરતા હોઈએ છીએ. વિટામિન C આપણી સ્કિન માટે સૌથી મહત્વનું વિટામિન માનવામાં આવે છે. જેનાથી સ્કીન પર ગ્લો આવે છે.

શિયાળામાં ત્વચા અન્ય સીઝન કરતાં વધુ સૂકાઈ જાય છે. હોઠને ડ્રાય થતાં અટકાવવા હોય તો લિપગાર્ડ, વેસેલિન અને લિપકેયરનો પ્રયોગ દિવસમાં વારંવાર કરવો જોઈએ. આ સમસ્યા આપણે ઘરેલું ઉપાયોથી દૂર કરી શકીએ છીએ અને તમે તમારી ત્વચાની ખોવાયેલી સુંદરતા પણ મેળવી શકો છો. તો ચાલો જાણી લઈએ એ ઉપચાર વિશે..

એવાકોડા માસ્ક- એવાકોડાને એક ચમચી ઓલિવ ઓઇલમાં મિક્સ કરવું, ત્વચા એકદમ સૂકી હોય તો તેમાં એક ચમચી મધ નાખવું. મધ નાંખવાથી ત્વચા નરમ બની જશે અને સાથે જ તેને જરૂરી પોષક તત્વો પણ મળશે. આ પેસ્ટ જ્યારે તૈયાર થઇ જાય પછી ચહેરોને સારી રીતે સાફ પાણીથી ધોઈ લેવો.

આ પેસ્ટને ચહેરા પર લગાવી 15 થી 20 મિનિટ રહેવા દેવું. તે પછી ચહેરો પાણીથી સાફ કરી લેવો. તમને ચહેરો એકદમ નરમ લાગશે અને ચહેરા પર થોડી ચમક પણ આવશે.

ઓલિવ ઓઈલ અને ખાંડનું સ્ક્રબ- ચમચી ઓલિવ ઓઇલમાં એક ચમચી ખાંડ નાખીને મિક્સ કરવું, ત્યાર પછી આ સ્ક્રબથી તમારા ચહેરાપર સ્ક્રબ કરવું. આમાં એસેંશિયલ ઓઇલ પણ નાંખી શકાય છે. આ રીતે હળવા હાથે માલિશ કરીને પછી ચહેરો પાણીથી સાફ કરી લેવો. આમ કરવાથી તમારા ચહેરા પર નિખાર બની રહેશે અને ચહેરો સોફ્ટ અને સુંદર બનશે.

ત્વચાની બહારની ત્વચા પર સૂકા અને મૃત કોષોને ઓટમીલ માસ્ક લગાવવાથી સારી ચમક આવે છે. આ તમારી ત્વચાની સુન્દરતા વધારવામાં મદદ કરે છે. ઓટમીલ માસ્ક તૈયાર કરવા માટે, બે ચમચી ઓટમીલ લેવું અને તેમાં એક ચમચી મધ મિક્સ કરવું. આ પછી થોડું પાણી મિક્સ કરવું.

ત્યાર પછી આ પેસ્ટને થોડું ગરમ ​​કરવી. તે નરમ પડ્યા પછી તેને તમારા ચહેરા પર લગાવવું. તમે તમારી ત્વચાના જૂના કોષોને દૂર કરવા માટે હળવા મસાજ કરી શકો છો. માલિશ કર્યા પછી તરત જ તેને પાણીથી ધોઈ લેવું. તમે ઇચ્છો તો આ પેસ્ટ તમારા ચહેરા પર 15-20 મિનિટ માટે લગાવી રાખી શકો છો. આ તમારા ચહેરા પર એક નવો નિખાર લાવશે.

ઓલીવ ઓઇલ- ઓલીવ ઓઈલ એક શ્રેષ્ઠ પ્રાકૃતિક ઉપાય છે, જે ત્વચામાં નરમાઈ બનાવી રાખે છે. ચમક પણ લાવી શકે છે. તેને નેચરલ ક્લીનર પણ કહી શકાય. થોડું ઓલિવ ઓઈલ લેવું અને તેને તમારી શુષ્ક ત્વચા પર લગાવવું. ત્વચામાં થોડી હૂંફ ન આવે ત્યાં સુધી તેને તમારી ત્વચા પર માલિશ કરવી, જેનાથી તમારી ત્વચા નરમ બની જશે.. અને સુંદરતામાં પણ વધારો થશે.