ધાર્મિક

શિવરાત્રીના દિવસે શિવલિંગને અર્પણ કરો આ બે વસ્તુ, દરેક મનોકામના થશે પૂર્ણ

Advertisement

ભગવાન શિવને પ્રસન્ન કરવા ખુબ સરળ છે અને માત્ર બીલીપત્રને જળ ચડાવીને પણ તેમની કૃપા મેળવી શકાય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રી નો દિવસ સૌથી ઉત્તમ હોય છે અને જે ભક્તો આ દિવસે શિવલિંગની પૂજા કરે છે અને તેમને બીલીપત્ર અને જળ અર્પણ કરે છે, તેમના પર હંમેશા ભગવાન શિવની કૃપા બની રહે છે. આ વર્ષે મહાશિવરાત્રિ ૧૧ માર્ચે આવી રહી છે.

હિન્દુ પંચાંગની અનુસાર મહાશિવરાત્રીનો પર્વ મા માસમા કૃષ્ણ પક્ષ ની ચતુર્થી તિથિના દિવસે મનાવવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતીય પંચાગ અનુસાર આ પર્વ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મનાવવામાં આવે છે. આ વર્ષે આ બંને તિથિ એક જ દિવસે આવી રહી છે.

Advertisement

સાથે જ આ વખતે મહાશિવરાત્રીના દિવસે શિવયોગ ની સાથે ધનિષ્ઠા નક્ષત્ર હશે અને ચંદ્રમા મકર રાશિમાં બિરાજમાન હશે. એટલે કે મહાશિવરાત્રી ઘણા શુભ સંયોગ ની સાથે આવી રહી છે. મહાશિવરાત્રી 2021 નું શુભ મુહૂર્ત નિશિત કાલ પૂજા મુહૂર્ત 11 માર્ચે 24:06:41 થી 24:55:14 સુધી રહેશે. એટલે કે તેની સૌથી 48 મિનિટ ની છે જ્યારે મહાશિવરાત્રી પારણા મુહૂર્ત 06:36:06 થી શરૂ થઈ જશે જે 15:04:32 સુધી રહેશે.

જરૂરથી અર્પણ કરો જળ તેમજ બિલિપત્ર :- ભોળાનાથને પ્રસન્ન કરવા માટે તેમને તમે જળ અને બીલીપત્ર જરૂરથી અર્પણ કરો. શિવલિંગ ઉપર જળ અર્પણ કરવા સાથે એક કથા જોડાયેલી છે, જેની અનુસાર સમુદ્ર મંથનના સમયે કાલકૂટ નામ નું વિષ નીકળ્યું હતું. જે દેવતાઓના ભાગમાં આવ્યું હતું.

Advertisement

દેવતાઓને આ વિષ થી બચાવવા માટે શિવજીએ સ્વયં તેને પીધું હતું. અને તેને તેના કંઠ પર જ રાખ્યું હતું. જેનાથી શિવજી નું કંઠ વાદળી થઈ ગયું હતું. એટલા માટે મહાદેવને નીલકંઠ પણ કહેવામાં આવે છે. તેમજ આ વિષને કારણે શિવજીનું શરીર તપવા લાગ્યું હતું. શિવજી ના શરીર ને ઠંડુ રાખવા માટે દેવતાઓએ તેમના મસ્તક પર જળ નાખવાનું શરૂ કરી દીધું અને ઠંડી તાસીર હોવાના કારણે તેમને બીલી પત્ર પર ચડાવ્યા.

આવી રીતે થઈ બીલી પત્રની ઉત્પત્તિ :- બીલીપત્ર વૃક્ષની ઉત્પત્તિ નો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં મળે છે. કથાની અનુસાર એકવાર દેવી પાર્વતી એ પોતાના કપાળ થી પરસેવો લૂછીને જમીન પર ફેંકી દીધો હતો. જેના કેટલાક ટીપા મંદાર પર્વત પર પડ્યા અને આ પર્વત ઉપર પહેલા બિલિ વૃક્ષ ની ઉત્પત્તિ થઈ.

Advertisement

શાસ્ત્રોમાં આ વૃક્ષ વિશે લખવામાં આવ્યું છે કે આ વૃક્ષના મૂળમાં ગિરિજા, દાંડીમાં મહેશ્વરી, શાખાઓમાં દક્ષયાયની, પત્તા માં પાર્વતી, ફૂલોમાં ગૌરી નો વાસ હોય છે.

આવી રીતે કરવામાં આવે છે અર્પણ :- ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરતી વખતે ઘણી વાતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. હંમેશા ઊલટું બિલિપત્ર જ શિવલિંગ પર રાખવું જોઈએ. બીલીપત્ર ને હંમેશા અનામિકા, અંગૂઠા અને મધ્યમ આંગળીની મદદથી ચડાવવું જોઈએ.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago