શું કિસ કરતી વખતે તમે ક્યારેય શરીરમાં અનુભવ્યો છે વિચિત્ર ફેરફાર, જાણો વિસ્તારથી..

સહિયર

કિસ એક ખુબ જ રોમાન્ટિક સંતોષ આપે છે. શારી-રિક અને માનસિક સંતોષનો સુમેળ એ અદભૂત કિસની ચાવી છે. કિસ કરવાથી શારીરિક આકર્ષણ વધે છે. કિસ કરવાથી સારા પણાંનો અનુભવ તો થાય જ છે સાથે સાથે શરીરમાં પણ ઘણા અનુભવ થાય છે. આમ તો કોઈ પણ કપલ માટે તેની ફર્સ્ટ કિસ ખુબ જ ખાસ અને યાદગાર ક્ષણ હોય છે. એટલા માટે જ ફર્સ્ટ કિસ પરફેક્ટ જ હોવી જોઈએ.

આ અનુભવ દરેક કપલ માટે સુખદ અનુભવ જ નથી હોતો, કારણ કે કિસ કરતી વખતે શરીરમાં કેવા ફેરફાર થાય છે તેના વિશે કોઈએ ક્યારેય પણ વિચાર્યું નથી હોતું. કિસ કરવાથી શરીરને ઘણા લાભ પણ થાય છે, પરંતુ કિસ કરતા સમયે શરીરમાં જે ફેરફાર થાય છે તે અનુભવ એકદમ અલગ જ હોય છે. આજે અમે તમને જણાવી દઈએ કે કિસ કરતી વખતે શરીરમાં કેવા ફેરફાર થાય છે. તો ચાલો જાણી લઈએ એ ફેરફાર વિશે..

સ્ટ્રેસ લેવલમાં થાય છે ઘટાડો :- ચિંતા અને તનાવ જેને હોય તે લોકોએ દારૂ પીવાનું ટાળવું જોઈએ અને કિસ કરવી જોઈએ. કિસ કરવાથી સ્ટ્રેસ લેવલમાં ઘટાડો થાય છે. એક સંશોધનમાં સાબિત થયું છે કે કિસ કરતા સમયે લોકોના શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલમાં ઘટાડો થાય છે. આ કારણે કિસ કર્યા બાદ લોકો સારું ફિલ કરે છે.

કોલેસ્ટ્રોલમાં થાય છે ઘટાડો :- જો તમે કાર્ડિયો સેશન કરી ન શકો તો કિસ કરવી તમારા માટે સારો અને ઉત્તમ ઉપાય સાબિત થઈ શકે છે. કિસ કરવાથી લાભ એ થાય છે કે કિસ કરવાથી બ્લડ લિપિડનું સ્તરમાં ફેરફાર થાય છે. રોમાંટિક કિસ કરવાથી શરીરમાં સેરમ કોલેસ્ટ્રોલ ઘટી જાય છે.

પાર્ટનરની શોધમાં મદદ :- કિસ કરીને તમે તમારા માટે પરફેક્ટ પાર્ટનરની શોધ કરી શકો છો. કિસ કરતી વખતે જે સલાઈવા (લાળ) નું જે કેમિકલ મેકઅપ થાય છે, જેના પરથી મહિલાનું શરીર નક્કી કરે છે કે કિસ કરનાર જે વ્યક્તિ  છે તે તેના બાળકનો પિતા બની શકશે કે નહીં.

રક્ત પરિભ્રમણ અને એનર્જી લેવલ :- કિસ કરવાથી હાર્ટ રેટમાં વધારો થાય છે અને એનર્જી લેવલ માં ફેરફાર થાય છે. કિસ કરવાથી રક્તપરિભ્રમણ માં પણ સુધારો થાય છે. આ ફેરફાર શરીરને ઘણા લાભ પહોચાડે છે.

હેપી કેમિકલ્સ રિલીઝ થાય છે :- નિષ્ણાંતો મુજબ કિસ કરવાથી શરીર માંથી હેપી કેમિકલ રિલીઝ થાય છે, જે માણસના મગજમાં ડોપામાઈનમાં વધારો કરે છે. ડોપામાઈન એવું હેપી કેમિકલ છે કે જે વ્યક્તિને ખુશી અને આનંદનો અનુભવ કરાવે છે.