શારી-રિક સ-બંધને મજબુત બનાવવા માંગતા હોય તો રિલેશનશિપમાં અપનાવો આ ૫ સરળ ટિપ્સ..

સહિયર

શારી-રિક સબંધ દરેકના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે.  જાતીય સબંધ દરેક સબંધને મજબુત બનાવે છે.  સે@ક્સ માત્ર આનંદનું સાધન જ નથી, પરંતુ તે ભાવનાત્મક જોડાણને પણ મજબૂત બનાવે છે. દરેક વ્યક્તિ સે@ક્સને વધુ સારી રીતે કરવા માંગે છે અને તેનો આનંદ માણવા માંગે છે. આ સબંધને મજબુત બનાવવા માટે પણ ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

દરેકના જીવનમાં સંબંધો વૃક્ષની જેમ હોય છે જેના છાંયડામાં દરેકનું બાળપણ અને વ્યક્તિત્વ ઉછરતું હોય છે. આમાના ઘણાં સંબધો એવાં છે કે જે અજાણતાં જ આપણાં જીવવાનું કારણ બની જાય છે. જો કે આપણે જાણતા અજાણતા એમને પોતાનાથી દૂર થઈ જવા મજબુર કરી દઈએ છીએ.

જો તમારા કોઈ પ્રેમી તમારાથી દૂર થઇ ગયા હોય અને તમે ફરી એને પોતાના જીવનમાં લાવવા માગતાં હોય અથવા તો તમારા સેકસ્યુઅલ લાઈફમાં કોઈ દુરી આવી ગઈ હોય તો ટિપ્સને ફોલોવ જરૂર કરવી. પોતાનામાં થોડાં ફેરફાર કરીને તમે ફરી સંબંધોને સુધારી શકો છો. તો ચાલો જાણી લઈએ..

સંબંધોને મજબૂત બનાવવાની 5 સરળ ટિપ્સ : હંમેશા વાતચીતનો રસ્તો ખુલ્લો રાખવો,
જો નજીકના સગામાં મતભેદ કે મનભેદ થતા હોય તો ભૂલથી પણ વાતચીત કરવાનું બંધ ન કરવું જોઈએ. કારણ કે એનાથી સમસ્યાનું સમાધાન આવશે નહિ અને એના કરતા પણ વધારે ગેરસમજ ઉભી થશે.

પ્રેમથી ભૂલ કહેવી :- સંબંધોમાં ભૂલ કોઈ પણ ની હોય નુકશાન તો બંનેને જ થાય છે. બંનેના સબંધ માં ઘણી સમસ્યા ઉભી થાય છે. જો એ સંબંધ તમારા માટે મહત્વનો હોય તો ઘણી વાર ભૂલ ન હોય છતાં પણ ભૂલ માનીને પાર્ટનરને મનાવી લેવા અને બાદમાં એને પ્રેમથી એની ભૂલ સમજાવો.

પોતાને પણ સુધરવું :- ઘણી વાર આપણે અજાણતાં જ કોઈ વ્યવહાર કરીએ છીએ, જેનાથી આપણાં સ્વજન કે સૌથી અંગત વ્યક્તિને દુ:ખ પહોચી શકે છે. આ દુ:ખમાંથી બહાર આવવાનું એમના માટે સહેલું હોતું નથી. એવામાં જો આપણે આપણી ભૂલ ઓળખી લઈએ અને એને સુધારી લઇને તેમજ સ્વજનોની મનથી માફી માગી લઇએ તો સંબંધો તુટતાં નથી અને સબંધ મજબુત બને છે.

બીજાના મહત્વને સમજવું :- આપણે હંમેશા સંબંધોને પોતાની રીતે ચલાવવાના પ્રયાસ કરીએ છીએ, જે યોગ્ય નથી હોતું. આપણે દરેક સંબંધમાં સામેના વ્યક્તિને પણ સમાન મહત્વ આપવું જોઈએ અને એમની દરેક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ વ્યવહાર કરવો જોઈએ, જેથી સબંધ મજબુત બની રહે.

સીમા નક્કી કરવી :- જીવનમાં તમામ સંબંધ માટે એક ખાસ જગ્યા અને મહત્વ હોય છે. એ મહત્વ મુજબ જ સબંધની સીમા નક્કી કરવાની હોય છે, જેથી સંબંધોને વધારે સુંદર અને મજબુત બનાવી શકાય. સંબંધમાં જો તમને એવું કઈ લાગે કે કોઈપણ પાર્ટનર એમની સીમા પાર કરી રહ્યો છે, તો સમય રહેતાં જ એને પ્રેમથી અને તર્ક આપીને એની ભૂલનો અહેસાસ કરાવવો, જેથી સબંધમાં સમસ્યા ન આવે. અને તમારો સબંધ મજબુત બની રહે.