સામાન્ય રીતે સ્ત્રીઓને ઉત્તેજિત કરવામાં હળવી અને રોમૅન્ટિક વાતો ઘણી વાર સફળ થાય છે. બેડરુમમાં પોતાના પાર્ટનર સાથે સમય પસાર કરવો એ દરેક લોકોને ગમે છે. પતિ- પત્ની જ્યારે શારીરિક સંબંધ બનાવે છે ત્યારે તેઓ એકમેક પાસે પોતાનો પ્રસ્તાવ મૂકે છે.
સ્ત્રીઓ કેટલીવાર સુધી પ્રેમ અને હુંફ મેળવવા ઇચ્છે છે. આજે અમે તમને એના વિશે જણાવીશું, જેનાથી જાણવા મળશે કે સ્ત્રીને ક્યારે થાય છે સબંધ બનાવવાની ઈચ્છા.. એ પણ જાણવું જરૂરી છે કે સ્ત્રીઓને પણ સમાગમ માટે કેટલોક નિશ્ર્ચિત સમય જોઇએ છે. તો ચાલો જાણી લઈએ, સ્ત્રીઓ ની ઈચ્છા વિશે..
પુરુષો જ કરે છે પહેલ :- મોટા ભાગના કપલ્સમાં શારીરિક સબંધ બાંધવા માટે પહેલ પુરૂષો જ કરે છે અને તે પણ મૌખિક નહિ. આપણા સમાજમાં શરમ, સંકોચ ગીલ્ટ, છોછ તથા ક્ષોભને કારણે આમ પણ શારી-રિક સ-બંધ વિષયક કૉમ્યુનિકેશન ખૂબ જ ઓછું જોવા મળે છે. એટલા માટે પતિ-પત્ની જ્યારે એકબીજા ની સામે સે-ક્સ માણવાની ઈચ્છા વ્યક્ત કરે ત્યારે ‘શાબ્દિક’ પ્રસ્તાવ ઓછો અને અશાબ્દિક’ ભાવ વધુ જોવા મળે છે.
લગ્નના થોડા મહિનાઓ બાદ કરતાં, મોટા ભાગના કપલો કામસુખ ઘણા સમયે તથા અનિયમિત રીતે માણતા હોય છે, એટલા માટે જ્યારે પણ એને કામસુખ માણવું હોય ત્યારે પાર્ટનરને કૉમ્યુનિકેટ કરવું પડે છે. મોટાભાગના કપલો પરસ્પર સહમતીથી બંને ને મજા આવે એવી કોઈક સાહજિક શૈલી અપનાવી લેતાં હોય છે અને બંનેને તેમાં મજા પણ આવતી હોય છે.
કેટલાક કપલો વર્ષો સુધી ‘સેક્યુઅલ પ્રપોઝલ’ ને મુદ્દે ગૂંચવણ, મૂંઝવણ, અકલામણ, અસ્વસ્થતા, વિરોધાભાસ અથવા ગુંગળામણ અનુભવતા હોય છે. શારીરિક સબંધ વિશે ઓછું બોલતા, શરમાળ, હતાશા, કુઠિત, ભગ્નાહૃદયી તથા શૂન્યમનસ્ક અવસ્થામાં જીવતા લોકો પોતાના જીવનસાથી પાસે ખૂલીને મન મુકીને સે-ક્સની માંગણી કરતા અચકાય છે.
પત્નીઓ અનુભવે છે સંકોચ :- એક એવો કિસ્સો છે જેમાં પતિ-પત્ની બંને મહિને ક્યારેક એકાદવાર શરીર સુખનો આનંદ માણતા હશે. પતિને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘મારી તો ઘણી ઈચ્છા હોય છે, પરંતુ મારી પત્નીને ખાસ ઈચ્છા નથી થતી એટલા માટે અમે શારી-રિક સં-બંધ ટાળીએ છીએ.’
પત્નીને જ્યારે સે-ક્સ વિશે પૂછવામાં આવ્યું કે તમને ઈચ્છા શા માટે થતી નથી? તો એણે આશ્ચર્યથી જણાવ્યું કે ‘મને તો ઈચ્છા થાય છે પણ મારા પતિ પહેલ નથી કરતા તો હું શું કરૂં?’ પત્નીને જ્યારે હકીકત જણાવવામાં આવી કે તમારા પતિને લાગે છે કે તમે શુષ્ક અને નિરસ છો તો તેણે કહ્યું, ‘મારાથી થોડું કંઈ મારી વાસનાઓ વિશે પતિ સામે જાહેર કરી શકાય?’
આવી રીતે આપણા સમાજમાં પતિ-પત્ની એકબીજાના મનની આંતરિક સંવેદનાઓ વિશે ફક્ત ધારણાથી જ ચલાવી લેતા હોય છે. ઉપર જણાવેલા કિસ્સામાં બંને પક્ષે કામેચ્છાની ઈચ્છા નહતી એવું નહોતું, પરંતુ શરૂઆત કે પહેલ ન થવાને લીધે ઉભયપક્ષે માની લીધું કે સામેના પાર્ટનરને ઈચ્છા નથી.
શારીરિક સબંધ બનાવવા માટે વાપરે છે આ શબ્દો :- સેક્સ માટે જણાવવા માટે પુરૂષો ક્યારેક ‘આજે ટાઈમ છે?’ અથવા તો ‘બારણું બંધ કર’, અથવા ‘લાઈટ બંધ કર’ કે પછી ‘નજીક આવ’ ,‘બાળકો સૂઈ ગયા?’ જેવા ઘણા શબ્દો નો ઉપયોગ કરે છે. તો સ્ત્રીઓ પણ ‘જરા પગ દબાવો ને’ અથવા ‘પેલું રેશમી ગાઉન પહેરી લઉં?’ અથવા ‘આજે નિંદર નથી આવતી’ કે ‘ઠંડી લાગે છે, થોડા નજીક આવી જાવ ને’ જેવા અલગ અલગ રીતે શારી-રિક સ-બંધ બાંધવા માટે જણાવે છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment