શરીર સુખ દરમિયાન થતી આવી સમસ્યાના કારણે મોટાભાગે મહિલાઓ થઇ શકે છે અચાનક ફ્રીજિડ

સહિયર

સ્ત્રીના સુખની વાત આવે ત્યારે એ બાબત ખૂબ જ અગત્યની છે કે વ્યક્તિએ કોઈને આધિન રહેવા કરતા પોતાનું સુખ જાતે શોધવું જોઈએ. કોઈપણ વ્યક્તિની હાજરી કે ગેરહાજરી તેમાં વધારો ઘટાડો કદાચ કરી શકે પણ તેને સાવ અટકાવી તો ન જ શકે. સ્ત્રી જો પોતાના સંબંધોમાં સુખી અથવા દુઃખી થતી હોય છે તો તેની પાછળ પુરુષ, સમાજ કે પરિવાર કરતા તે પોતે વધારે જવાબદાર હોય છે. આજે અમે તમને એવી જ બાબતો વિશે થોડું જણાવીશું તો ચાલો જાણી લઈએ શરીર સુખ વિશે..

સ્ત્રી અચાનક કયાં કારણોથી ફ્રીજિડ થઈ જાય છે? :- મોટાભાગના લોકો ‘ફ્રીજિડ’ શબ્દનો પ્રયોગ સ્ત્રીને શરીર સુખમાં કમી દર્શાવવા માટે કરતા હોય છે. કોઈપણ સ્ત્રી આ કારણોને લીધે મંદ થઈ શકે છે. ગભરામણ, પરેશાની કરનાર વૈયક્તિક સંબંધો, હાઈ બ્લડપ્રેશરશામક દવાઓ, ઉંઘની ગોળીઓ વગેરેનો પ્રયોગ પણ સ્ત્રીની શરીર સુખને ક્ષીણ કરે છે. શરીર સુખ દરમિયાન, કોઈપણ કારણે યૂનિમાં થતો દુખાવો પણ સ્ત્રીને મંદ બનાવી શકે છે

શરીર સુખ દરમિયાન યૂનિના હોઠ બેહદ ભીના થઈ જવાનાં શા કારણો હોઈ શકે છે? :- શરીરવિજ્ઞાન અનુસાર યૂનિની દીવાલો શરીર સુખ દરમિયાન ભીની થઈ જાય છે. આ ભીનાશ ચરમ સ્થિતિઓમાં અથવા યૂનિમાં ચેપ, એલર્જીને કારણે વધુ વધી શકે છે. તેનું કારણ જાણીને જ ઈલાજ કરી શકાય છે. સાધારણ રીતે તો યૂનિની દીવાલો ભીની થાય એ સ્ત્રીની ઈચ્છા વધી ગઈ હોવાનું દર્શાવે છે.

શરીર સુખ માણવામાં કમી આવવાનાં કયાં- કયાં કારણો હોય શકે છે? :- આ કમી ઘણાં કારણોને લીધે હોઈ શકે છે. જેમ કે સાથી પસંદ ન આવતો હોય. તેના શરીરમાંથી ખુબજ દુર્ગંધ આવતી હોય, તેનો વ્યવહાર નાપસંદ હોય, પરસ્પર સંબંધ બગડેલા હોય, ટેન્શન અથવા નિરાશા પણ હોય. કયારેક ગરભ રહી જવાના ડર અથવા એઈડસ જેવા રોગોના ભયથી પણ નિરાશા આવી શકતી હોય છે. વિવાહ અને નીરસતાને કારણે પણ આ કમી આવી શકે એમ છે લિવરની બીમારી અથવા અન્ડાડાશયી વિકૃતિને કારણે પણ શરીર સુખમાં કમી આવી શકે છે.અહીં હાઈ બ્લડપ્રેશર વિરોધી દવાઓ સિવાય કેટલીક આયુર્વેદિક વિરોધી દવાઓના સેવનથી પણ આ કમી આવી જતી હોય છે. ડાયાબિટિસના દરદીઓમાં પણ આ સમસ્યા જોવા મળતી હોય છે.

ઢીલી પડી ગયેલી યૂનિનો શો ઉપાય હોય છે? :- સામાન્ય રીતે ડિલીવરી આવ્યા પછી એ ઢીલી થઈ શકે છે. તેનાના સ્નાયુઓને સુગઠિત કરવા માટે ‘કેગલ’ દ્વારા બતાવવામાં આવેલ વ્યાયામ સહાયક સિધ્ધ થઈ શકે છે. આમાં મુખ્ય સ્નાયુઓને સંકોચીને, પેશાબ રોકવો તેમજ ફરી છોડવો સામેલ હોય છે. આ રીતે ૨૦ વખત સંકોચન પ્રસરણ, દિવસમાં ત્રણ વખત કેટલાંક સપ્તાહ સુધી કરવાથી એની ઢીલાશ ઓછી પણ થઈ શકે છે.

સ્ત્રી જ્યારે સુખ માટે સમાધાન અને પુરુષને આધિન રહેતી થઈ જાય છે ત્યારે ખરી સમસ્યા શરૂ થતી હોય છે. આ તબક્કે તેનું સુખ પોતાનું વ્યક્તિગત નહીં પણ પોતાના મનગમતા પુરુષ કે પરિવારને આધિન હોય છે. અહીંયા તે જાણે અજાણે જે-તે વ્યક્તિ અથવા વ્યક્તિઓને એવો પણ અધિકાર આપી દે છે કે, તેઓ તેને દુઃખી પણ કરી શકે. સ્ત્રીનું ચોક્કસ ઈમોશનલ સ્ટેટ હોય છે જે, સ્પર્શ, સ્પંદન, આંસુ કે સ્મિત દ્વારા વ્યક્ત થતું હોય છે.