શરીરમાં જમા થયેલી ગંદકી આ એક વસ્તુથી થઇ જશે દુર, પેટ અને આતરડાની પણ થઇ જશે સફાઈ

સ્વાસ્થ્ય

આજકાલ દરેક વ્યક્તિના ભોજનમાં ફેરફાર થઇ ગયો છે. બજારનું ભોજન જમવાથી શરીર પર અસર થાય છે. શરીર સ્વસ્થ રાખવા માટે એમાંથી ગંદકી કાઢવી ઘણી જરૂરી હોય છે. શરીર સ્વસ્થ રહે એના માટે આપણે ઘણા બધા પ્રયોગ કરીએ છીએ. રોજિંદા જીવનમાં ઘણી બધી વસ્તુઓ આપણે ખાઈએ છીએ કે જેના કારણે આપણું વજન વધે છે અને પેટ બહાર આવે છે. સાથે જ આપણું પેટ સાફ થતું નથી.

આરોગ્યના નિષ્ણાતોના જણાવ્યા મુજબ શરીરમાં સૌથી પહેલા ગંદગી ત્રણ જગ્યાએ સંગ્રહિત થાય છે. પહેલા ખાવાની નળી માં બીજી પેટમાં અને ત્રીજા આંતરડામાં. જો લાંબા સમય સુધી શરીરમાં આ ત્રણમાંથી કોઈ એક જગ્યાએ પણ ગંદગી જમી રહે તો તેને સંક્રમણ શરીર ના અંગોને નુકશાન પહોંચી શકે છે. એનાથી કિડની, ફેફસાં, હૃદય આદિ મહત્વપૂર્ણ અંગોમાં ફેલાવા લાગે છે.

અસામાન્ય મળત્યાગ કે અનિયમિત મળત્યાગની સ્થિતિમાં પણ તમારે મોટા આંતરડાની સફાઈ કરવી આવશ્યક બની જાય છે. કારણ કે જયારે અપાચ્ય ખોરાક આંતરડામાં જામ થઇ જાય છે. મોટા આંતરડાને સાફ કરવાથી દુઃખાવો, સોજો, ગેસ અથવા પાચનતંત્રમાં બળતરા જેવી સમસ્યાઓથી રાહત મળે છે. પેટ અને આંતરડાની સફાઈ ઘરે પણ કરી શકાય છે એ પણ માત્ર એક જ વસ્તુ દ્વારા. તો જાણીએ કે કેવી રીતે ઘરે જ માત્ર સિંધવ મીઠાની મદદથી પેટ સાફ કરી શકાય.

મીઠાવાળું પાણી :- સવારે ઉઠીને જ તરત જ એક લીટર પાણીમાં બે ચમચી સિંધવ મીઠું નાખીને એ પાણીમાંથી જેટલું પાણી પીવાય એટલું પી જાઓ. મીઠાવાળું પાણી પીવાથી પેટ અને આંતરડા સાફ થાય છે. આ પાણી પીવાથી તમને પ્રેશર આવશે. જો આ પાણી પીવાથી તમને ઉલ્ટી થાય તો આ પાણી ન પીવો. આ સિવાય જો બ્લડપ્રેશર હોય અને મીઠું ઓછું ખાવાની સલાહ આપવામાં આવી હોય તો પણ આ પ્રયોગ ન કરો.

આ ઉપરાંત આ પ્રયોગ કરવાથી એટલે કે મીઠાવાળું પાણી પીવાથી મલત્યાગમાં કોઈ ફરક ન પડતો હોય તો પણ આ પ્રયોગ ફરી ક્યારેય ન કરો. તમને જયારે પ્રેશર આવે ત્યારે તમે મળત્યાગ કરી આવો અને ફ્રેશ થઇ જાઓ. આ પછી ફરીથી આ પાણી પીઓ એટલે ફરીથી આ જ રીતે પ્રેશર આવશે અને ફ્રેશ થઇ જવું. આવું 2-3 વાર કરવું. કદાચ આવું કરવાથી તમને ઝાડા થાય તો તેનાથી ગભરાવું નહિ, ઝાડા દરમ્યાન જે મળત્યાગ થશે એ તમારા શરીરની ગંદકીને બહાર કાઢશે.

આ પ્રયોગમાં મળત્યાગ બાદ તમને જાતે જ અનુભવાશે કે તમારું પેટ સાફ થઇ ગયું છે અને તમને હળવું અનુભવાશે. સામાન્ય રીતે લોકો આ ઉપાય ઉપવાસના દિવસે કરે છે અથવા રજાના દિવસે કરે છે. ઉપવાસના દિવસે એટલા માટે કે એ દિવસે કશું ખાવાનું રહેતું નથી અને સારી રીતે પેટ સાફ થઇ શકે છે અને રજાના દિવસે એટલા માટે કે આમાં દિવસમાં વારંવાર પેટ સાફ કરવા જવું પડે છે એટલે રજાના દિવસે પૂરતો સમય હોય છે ત્યારે આ પ્રયોગ થઇ શકે.

આ દરમિયાન તમારે કશું ખાવું પીવું નહીં. સવારે પાણી, નારિયેળ પાણી અથવા શાકભાજી નો જ્યુસ પી શકો છો. એવું કરવા લાગો તો શરીર સ્થિત નવું જૂનું ભોજન પૂરું પચીને બહાર નીકળવા લાગશે. જે દિવસે આ પ્રયોગ કરો એ દિવસે ખાસ ધ્યાન રાખવું કે ખોરાક હળવો જ લેવો. આ પ્રયોગ મહિનામાં એકવાર કે છ મહિનામાં એકવાર પણ કરી શકાય. ઘણા લોકો આ પ્રયોગ 5-6 દિવસ સુધી કરે છે પણ આવું કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.