વારંવાર થતી શરદીની સમસ્યાથી છુટકારો મેળવવા કરો આ ઉપાય, એલર્જીથી થતી શરદીમાં પણ મળશે લાભ..

સ્વાસ્થ્ય

દુનિયામાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો શરદી થાય છે. પરંતુ દરેક વ્યક્તિને શરદી થવાનાં કારણો અલગ અલગ હોય છે. કોઈને ઠંડીને લીધે, તો કોઇને વરસાદમાં ભીંજાવાથી શરદી થાય છે, તો કોઈને વાતાવરણમાં પરિવર્તન આવવાથી, તો કોઈને ગરમીની સિઝનમાં શરદી થતી જોવા મળે છે.

એલર્જીને કારણે વારંવાર શરદી થવાને કારણે નાકમાંથી પાણી પડવું, છીંકો આવવી, માથું દુઃખવું, આંખો લાલ થવી, આંખ-કાન-નાક-ગળાની અંત:ત્વચામાં ખંજવાળ આવવી વગેરે સમસ્યા થાય છે. મોટા ભાગના લોકો એવા ભ્રમમાં જીવે છે કે શરદી સામાન્ય છે અને તે બે-ચાર દિવસમાં મટી જાય છે. તેથી એમાં દવા લેવાની જરૂર નથી. પણ હકીકત છે કે બીમારીની ઝપટમાં ઝડપથી આવે છે.

સામાન્ય રીતે બ્લડ ટેસ્ટથી નિદાન થાય છે.  એલર્જી સાધારણ કહી શકાય એવી સમસ્યા છે, પરંતુ કેટલાકને માટે માથાના દુખાવા સમાન છે. જોક, છેલ્લાં થોડાં વર્ષોથી તબીબી વિજ્ઞાને એલર્જીની સમસ્યાના ઉકેલમાં ઘણી પ્રગતિ કરી છે. ઘણા પ્રકારના ટેસ્ટિંગ, દવા તેમ થેરપીથી સંપૂર્ણ સારવાર હવે શક્ય છે.

ઔષધિઓ માત્ર લક્ષણોને સાજા કરવા માટે આપવામાં આવે છે. કહેવાય છે કે દવા ખાશો તો પણ શરદી સાત દિવસમાં મટી જશે અને નહીં ખાવ તો પણ એક અઠવાડિયામાં મટી જશે.

ડૉક્ટરોનું માનીએ તો શરદી થાય ત્યારે અનાવશ્યક શ્રમ ન કરવો જોઇએ. નિયમિત કામ કરી શકો છો પણ આ દરમિયાન ધૂળ અને ધુમાડાથી બચવું જોઇએ નહીં તો તબિયત બગડી શકે છે. પુષ્કળ આરામની સાથે પૂરતી માત્રામાં પ્રવાહી પદાર્થ લેવા જોઇએ, ખાસકરીને ફળોના રસ અચૂક લો. શરદીને કારણે પાચનતંત્ર પણ નિષ્ક્રિય થઇ જાય છે માટે સામાન્ય અને સુપાચ્ય ભોજન થોડી-થોડી માત્રામાં લેતા રહેવું જોઇએ. કફ સીરપથી રાહત મળી શકે છે. પણ આનાથી શરદી સામે કોઇ બચાવ કે રાહત નથી મળતી ન તો શરદી જલ્દી મટે છે.

શરદી-તાવથી બચવા માટેની કોઈ રસી નથી. હા, તમે થોડા ઉપાયો ચોક્કસ કરી શકો છો. તમારા આહારમાં ધ્યાન આપો, દરરોજ એવો આહાર લો જેમાં તમામ જરૂરી પોષક તત્વો રહેલા હોય, પૂરતી ઊંઘ લો અને વ્યાયામ પણ કરો. આનાથી રોગપ્રતિકારક ક્ષમતા વધશે. વૃદ્ધોએ હીટર સામે ન બેસવું, કારણ કે આનાથી ત્વચા શુષ્ક થઇને ફાટી શકે છે અને ત્વચામાં પડેલી તિરાડો દ્વારા ઇન્ફેક્શન શરીરમાં ફેલાઇ શકે છે.

શરદી, ઉધરસમાં શું કરવું જોઇએ?: સ્નાન હૂંફાળા ગરમ પાણીથી કરવું જોઇએ. મીઠાનાં પાણીથી કોગળા કરવા, અવારનવાર નાસ લેવો જોઇએ. પ્રાણાયામ કરવું. તાજી હવામાં ફરવું, ગરમ પૌષ્ટિક આહાર લેવો. પૂરતી ઊંઘ લેવી. કબજિયાત રહેતી હોય તો ત્રિફળાચૂર્ણ અથવા હરડે ચૂર્ણ સૂતી વખતે એક ચમચી જેટલું પાણી સાથે લેવું. ધૂળ ધુમાડામાં જવાનું ટાળવું. અતિ ખારા-ખાટા પદાર્થો, મીઠાઇ તથા ઠંડાં પીણાં અને બજારુ ખાદ્ય પદાર્થો ન ખાવા જોઇએ.