શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારના દિવસે ભૂલથી પણ ન ખરીદવી આ વસ્તુઓ, નહિ આવી શકે છે પડતી..

આધ્યાત્મિક

જ્યોતિષ શાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિવાર શનિદેવને સમર્પિત છે.તેથી આ દિવસે શનિ મહારાજની પૂજા-અર્ચના કરવામાં આવે છે. શનિવારે શનિદેવની પૂજા કરવાથી અનેક ફાયદા થાય છે. આ દિવસે લોકો શનિ દોષથી બચવા અને શનિ મહારાજની કૃપા મેળવવા માટે ઘણી વસ્તુઓ કરે છે.

શનિ દેવને તેલ અર્પણ કરવામાં આવે છે, પછી કોઈ શનિ ગ્રહથી સંબંધિત વસ્તુઓનું દાન કરે છે.  શનિદેવ સાચી ભક્તિથી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપે છે. પરંતુ આવા કેટલાક કાર્યો એવા પણ છે જેમને શનિવારે ભૂલથી પણ ન કરવા જોઈએ, કારણ કે શનિદેવ આમ કરવાથી ગુસ્સે થાય છે. ચાલો જાણીએ કયા કાર્યો શનિવારે કરવાથી થશે નુકસાન.

લોખંડનો સામાન: શનિવારે કોઈએ લોખંડની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. શનિવારે શનિદેવ કોઈ લોખંડની વસ્તુ ખરીદે તો શનિદેવ ગુસ્સે થાય છે. આ દિવસે લોખંડની વસ્તુઓ દાનમાં આપવી જોઈએ. આ દિવસે ઘરે લોખંડથી બનેલી વસ્તુઓ ન લાવવાની ખાસ કાળજી લેવી જોઈએ. શનિવાર સિવાય તમે કોઈપણ દિવસે લોખંડની વસ્તુઓ ખરીદી શકો છો.

મીઠું: શનિવારે મીઠું ન ખરીદવું જોઈએ. એવું માનવામાં આવે છે કે શનિવારે મીઠું ખરીદવાથી દેવાના બોજમાં વધારો થાય છે. જો તમારે દેવાથી બચવું હોય તો તેમજ તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગતા હો, તો આ દિવસે મીઠું બિલકુલ ખરીદશો નહીં.

કાળા તલ : શનિવારે ક્યારેય કાળા તલ ન ખરીદો. એવું માનવામાં આવે છે કે આ દિવસે કાળા તલ ખરીદવાથી કામ અટકે છે. શનિ દોષને દૂર કરવા માટે શનિવારે કાળા તલનું દાન કરીને તેને પીપળાના ઝાડ પર ચઢાવવાથી શનિદેવ પ્રસન્ન રહે છે.

સરસવનું તેલ: જ્યોતિષનાં જણાવ્યા મુજબ શનિવારે તેલની ખરીદી પણ ન કરવી જોઈએ. એવી માન્યતા છે કે, આ દિવસે સરસવનું તેલ ખરીદવાથી માણસ બીમાર પડે છે. જોકે, એટલે જ શનિવારનાં દિવસે શનિદેવ ઉપર સરસવનું તેલ ચઢાવવાની પરંપરા છે.

કાળા બૂટ: જો તમારે કાળા પગરખાં ખરીદવા હોય, તો શનિવારે ખરીદશો નહીં. એવું માનવામાં આવે છે કે શનિવારે ખરીદેલા કાળા પગરખાં પહેરનારાને કામમાં નિષ્ફળતા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમે નિષ્ફળતાથી બચવા અને સફળ થવા માંગતા હો તો શનિવારે કાળા પગરખાં ખરીદવાની ભૂલ કરશો નહી.