સારા વ્યક્તિત્વ માટે સારા શરીરની જરૂર હોય છે. આવી પરિસ્થિતિમાં જ્યારે તમારું શરીર સારું હોય છે, ત્યારે જ તમે સ્વસ્થ મહેસુસ કરી શકો છો. દરેક પ્રકારના ફળ સ્વાસ્થ્ય માટે સારા ગણાય છે. દરેક ફળ માં અલગ અલગ ગુણધર્મો હોય છે, જેનાથી ઘણી બીમારી આપણા થી દૂર રહે છે. સારું શરીર મેળવવા માટે લોકો જીમમાં ઘણા કલાકો સુધી મહેનત કરે છે અને તેના માટે ઘણી બધી શક્તિની જરૂર પડે છે.
આજે અમે તમને એક એવા ફળ વિશે જણાવીશું જેના સેવનથી ખુબ જ શક્તિ બની રહે છે. જે ફળ ઘણી જગ્યાઓ પણ મળી આવે છે. દુનિયાનું સૌથી શક્તિશાળી ફળ છે ગુંદા. ગુંદા એ એક વનસ્પતિ છે, જેનાં વૃક્ષો ભારતીય ઉપમહાદ્વીપ, ચીન તેમજ વિશ્વના અનેક ભાગોમાં જોવા મળે છે. ગુંદાનાં ફળનું કદ અને આકાર સોપારી જેવાં જ હોય છે.
ગુંદા મધ્ય ભારતના વન માં જોવા મળે છે. તેનું એક વિશાળ વૃક્ષ હોય છે. અને તેના પાન પણ ચિકણા હોય છે. આદિવાસીઓ હંમેશા તેના પાનને કાચા જ ચાવતા હોય છે. તેનું સેવન દરરોજ કરવાથી શરીરમાં ક્યારેય કમજોરી નથી આવતી અને હાડકાની બીમારી પણ આના સેવનથી દુર થઇ જાય છે. ગુજરાતના આદિવાસીઓ ગુંદાના ફળને સુકવીને તેનું ચૂર્ણ બનાવે છે. અને તેને મેંદા, બેસન અને ઘી સાથે મેળવીને લાડુ બનાવે છે.
ગુંદાના મુખ્યત્વે બે પ્રકાર છે: મોટો ગુંદો જેનાં અડધાથી એક ઈંચના વ્યાસના કાચા હોય ત્યારે લીલા અને પાકે ત્યારે બદામી વર્ણના ફળ હોય છે. અને બીજો એટલે નાની ગુંદીના નામથી ઓળખાતી જાત. ગુંદાના ઝાડનું લાકડું અત્યંત ચિકણું અને મજબૂત હોય છે. ઇમારતી કામ માટે ગુંદાના ઝાડનાં લાકડાંમાંથી તખ્તા બનાવવામાં આવતા હોય છે. આ ઉપરાંત અન્ય કેટલીક ઉપયોગી ચીજવસ્તુઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. ગુંદાની ચીકાશને કારણે ભલે તે અડવા ન ગમે પણ ગુણ-કર્મ ને ધ્યાનમાં રાખીએ તો જરૂરથી બટાટા જેટલું જ સ્થાન તે આપણાં રોજિંદા આહારમાં મેળવી શકશે.
ગુંદા ના ફાયદા: આ ફળ એન્ટી ઓક્સીડન્ટ થી ભરેલું છે જેના કારણે તે આપણા મગજ ને તેજ કરે છે. અને તેમાં આયર્ન નની માત્ર ભરપુર પ્રમાણ માં હોય છે. જે આપણા શરીરમાં લોહીની માત્રા વધારે છે. તેથી જો આ ફળ તમારી આસ પાસ માં મળતું હોય તો તેનું સેવન જરૂર કરવું. તેની છાલ કષાય રસ અને કડવી હોવાને કારણે કફ પિત્તનો નાશ કરનાર છે.
પાચનતંત્ર અને આંતરડાને મજબુત કરે છે :- વિવિધ પ્રકારના રોગોમાં અને ખાસ કરીને કર્મશોધ–કર્ણશૂલમાં તેની છાલનો પાણી સાથે ઘસીને લેપ કરવાથી ફાયદો થાય છે. વીંછીના ડંખ પરગુંદાની છાલનો લેપ કરવાથી તેની અસહ્ય બળતરા ઓછી થાય છે અને વિષનો પ્રભાવ ઘટે છે. નાનાં જીવજંતુ, મધમાખી વગેરે નાં ડંખની ઝેરી અસરમાં ગુંદાની છાલનો લેપ તુરત રાહત આપે છે. જૂની સંગ્રહણી તથા મરડો, ઝાડા જેવી પેટની તકલીફમાં છાલના ઊકાળાને છાશ સાથે નિયમિત દિવસમાં બે વાર આપવાથી પાચનતંત્ર ને સુધારીને આંતરડા મજબૂત કરીને જૂના મરડાની તકલીફને ઝડપથી મટાડે છે.
કબજીયાતની સમસ્યામાં ફાયદાકારક :- ગુંદાના ફળ એ કોઠાની લૂખાશ ઓછી કરનાર હોવાથી જેને કબજીયાતની ફરિયાદ હોય તેમણે નિત્ય ગુંદાનું સેવન કરવું જોઈએ.શાક તરીકે નિત્ય ખાવાથી આતરડામાં ચીકાશ પેદા થાય છે. જેથી તેની લૂખાશ દૂર થતાં મળ સરળતાથી આંતરડામાં સરકી શકે છે. વિરેચન કર્મ કરાવતી વખતે તીક્ષ્ણ વિરેચનની તીક્ષ્ણતા ઓછી કરવા માટે ગુંદાના કલ્ક્ નો ઊપયોગ કરવાંમાં આવે છે.
રકત્તપિત્ત :- રકત્તપિત્તના રોગમાં તેની પિત્તશામકતા દૂર કરવામાં ગુંદાના ફળ ખૂબ જ ઊપયોગી છે તેથી રકત્તપિત્ત્વાળા રોગીઓને પાકા ગુંદાનું શાક બનાવીને નિત્ય આપવામાં આવે તો રકત્તગત પિત્તનું શમન થાય છે અને આવા દર્દીમાં ગુંદા એ અતિ પથ્ય આહાર તરીકે ખૂબ જ લાભદાયી છે. મૂત્રલ અને પિત્તશામક ગુણને કારણે ગુંદા એ પેશાબ અટકીને આવતો હોય, પથરી હોય કે પેશાબમાં બળતરા (ઊનવા) ની વારંવાર તકલીફ્વાળાં દર્દીમાં લાભદાયી છે.
પિત્તશામક અને રકતશુધ્ધિ કરવાના ગુણને લઈને તમામ પ્રકારના ચામડીના રોગના દર્દી જો ખોરાકમાં ગુંદાનો શાક તરીકે વધુમાં વધુ ઊપયોગ કરે તો તેને ઝડપ થી ફાયદો થાય છે. તાવના દર્દીમાટે ગુંદા એ માત્ર પથ્ય આહાર જ ન બનતાં તે તાવની ગરમીની તીવ્રતા ઘટાડીને બળ આપે છે તે તાપમાન ઓછું કરવામાં ખૂબજ મદદરૂપ બની રહે છે.