શક્કર ટેટીના બીજમાં છે અઢળક ફાયદા, જાણો બીજમાં છુપાયેલા ફાયદા વિશે..

સ્વાસ્થ્ય

ઉનાળામાં શક્કર ટેટી ખુબ જ પસંદ કરવામાં આવે છે. ઉનાળાની સિઝનમાં તરબૂચ અને શક્કર ટેટી દરેક લોકોએ બને તેમ વઘારે ખાવી જોઇએ. ઉનાળાની ઋતુમાં શક્કરટેટી ની માંગ વધી જાય છે. શક્કર ટેટી ના બીજમાં મોટા પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે.

જો શક્કર ટેટીની વાત કરવામાં આવે તો ગરમીમાં ઠંડક પહોંચાડવાની સાથે-સાથે તે અનેક સ્વાસ્થ્ય સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે. પાણીની માત્રા વધુ હોય જે કાળઝાળ ગરમી માં શરીરમાં થતી પાણીની ઉણપને પૂરી કરવામાં બેસ્ટ રીતે સાબિત થાય છે.

શક્કર ટેટીમાં  જરૂરી પ્રમાણમાં પાણી હોય છે જે આપણા શરીરને હાઈડ્રેટ રાખે છે. શક્કરટેટી ના સૂકાયેલ બીજ માત્ર એક પ્રકારનો મેવો જ નથી પણ આરોગ્ય માટે છે ખુબ જ ફાયદાકારક. આજે અમે તમને શક્કરટેટી ના બીજના લાભ જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ…

પાચન માટે ઘણું સારું :- શક્કરટેટી ના બીજના સેવનથી શૌચની તકલીફ પણ દુર થાય છે. જો તમે પાચનની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો શક્કરટેટી ના બીજ ખાવ, તેનાથી શોચ ની તકલીફ દુર થઇ જાય છે. તેમાં થી મળતા મિનરલ્સ પેટની એસીડીટી ને દુર કરે છે, જેથી પાચન ક્રિયા સારી રહે છે.

બ્લડ પ્રેશર રાખે છે ઓછું :- ટેટીના બીજ પોટેશિયમ માં સમૃદ્ધ હોય છે જે બ્લડ પ્રેશર ને ઓછુ કરવામાં મદદ કરે છે, જેનાથી હદય તંદુરસ્ત રહે છે.

આંખ માટે :- ટેટીના બીજ માં વિટામીન ઈ અને બીટા કેરોટીન વધારે પ્રમાણ માં હોય છે, જે નજર ને તેજ કરે છે. તે આંખની રોશની વધારવામાં મદદરૂપ થાય છે.

વાળ અને નખ ને રાખે છે હેલ્થી :- ટેટીના બીજ માં પ્રોટીન નું પ્રમાણ વધારે હોય છે જે તમારા નખ ની લંબાઈ વધારે છે અને સાથે મજબુત પણ બનાવે છે. ટેટીના બીજ વાળ નો ગ્રોથ ને વધારે છે.

ડાયાબીટીસમાં ફાયદો : જો તમે કે તમારા ઘરના કોઈ સભ્ય ડાયાબીટીસની તકલીફનો સામનો કરી રહેલ છે તો શક્કરટેટી ખાધા પછી તમારે તેના બીજને સુકવીને જરૂર રાખી લેવા જોઈએ. આવું એટલા માટે કહેવામાં આવે છે, કેમ કે શક્કરટેટી ના બીજ ટાઈપ 2 ડાયાબીટીસમાં ઘણો ફાયદો પહોચાડે છે. જો નિયમિત રીતે તે ખાવામાં આવે તો આ બીમારી થવાથી અટકાવી શકાય છે.

ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક :- આ બીજમાં ફોલેટ નું વધારે પ્રમાણ સોડીયમની માત્રા ને ઓછું કરે છે. જે ગર્ભવતી મહિલાઓ માં પાણી ની સમસ્યા ને ઓછી કરી દે છે.