શાકભાજીઓથી વધારે પોષક તત્વ અને ગુણો છુપાયેલા હોય છે આ બિજમાં, રોજ સેવન કરવાથી કોઇ બિમારી થશે નહીં

સ્વાસ્થ્ય

આપણામાંથી ઘણા લોકો પોતાની પસંદગીનું ખાવાનું પસંદ કરતા હોય છે, ત્યારે તેના પોષક તત્વો ની માત્રા બરાબર હોય કે ન હોય, આપણને તેમાં રહેલો સ્વાદ સાથે મતલબ હોય છે. એની સાથે ઘણા લોકો એવા પણ હોય છે જે લીલા શાકભાજીનું ભરપૂર સેવન કરતા હોય છે. તો પણ તેને બધા પોષક તત્વ નથી મળી રહેતા. તે પોષક તત્વો બીજથી મળી રહે છે.

ઘણા લોકો વિચારતા હોય છે કે બીજ તો આખરે છોડ ઉગાડવાના કામમાં આવતા હોય છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે બીજના અનેક ફાયદા થાય છે કે તે તમને હેરાન કરી દેશે અને તેમનું નિયમિત સેવન કરવાથી તમે સ્વસ્થ બની શકો છો.  તલ અને સુરજમુખીના ઘણી રીતે માણસને ફાયદા પહોંચતા હોય છે.

બીપી અને બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે ખૂબ જ અસરકારક છે. તો ચિયા સીડસ્ હૃદયના રોગોનો ખતરો ઘટાડે છે, અને તલ આર્થરાઈટિસના દર્દીઓને લાભ પહોંચાડે છે. સિયા સિડસ્  મા ઘણા ગુણો અળસીના બીજ ની જેટલા હોય છે. સિયાસિડસ્ મા ફાઇબર, પ્રોટીન ર,

ઓમેગા 3, ફૈટ, મેગ્નેશિયમની સાથે એન્ટીઓક્સીડેન્ટ પોલિફિનોલ મોજુદ છે. એક સંશોધન મુજબ ટાઇપ-૨ ડાયાબિટીસ નો સામનો કરી રહેલા મરીજો એ 37 ગ્રામ સિયાસિડસ્ 12 અઠવાડિયા સુધી રોજ લેવાથી બ્લડ શુગર માં ઘટાડો થયો છે. તેની સાથે જ શરીરમાં સોજા ઘટાડવા વાળા રસાયણો નું પણ સ્તર ઘટે છે. તેની સાથે હૃદયની બીમારીઓ પણ કન્ટ્રોલ કરે છે.

સિયા સિડસ્ ના બીજ જ્યુસ મા પલાળીને સ્મુધિ મા મેળવીને અથવા દહી સાથે સેવન કરી શકાય છે. તેમાં વિટામિન બી, ફાયબર, પ્રોટીન, મેગ્નેશિયમ અને ઓમેગા 3 ફૈટ સિવાય લિંગનેસ પણ સારી માત્રામાં મળી આવે છે. લિંગનેસ બ્રેસ્ટ કેન્સર ના ખતરાની ઓછું કરવામાં મદદ કરે છે. તેના સિવાય 50 ગ્રામ તલ રોજ ખાવાથી તમારું વધેલું બ્લડપ્રેશર અને બ્લડ શુગર કંટ્રોલ થઈ શકશે.

જો તમને આ આર્થરાઈટિસ છે તો તલ નો જરૂરથી ઉપયોગ કરો, તે આ બીમારીમાં દર્દને ઓછું કરે છે, તમે તલ ને શાકભાજી માં નાખીને અથવા ગોળ અને તલ ની ચિકકી બનાવીને પણ ખાઈ શકો છો. તમે તેને શેકી ને  પણ ખાય શકો છો, અળસી બ્લડ પ્રેશરને વધવા નથી દેતી અને હદય ની બીમારીઓના ખતરાને પણ ઓછુ કરે છે.

તલમાં ફાઇબર વધારે હોવાથી ખરાબ કોલેસ્ટ્રોલ રોકે છે અને આંતરડા મા સોજા થવાનો ખતરો પણ ઘટાડે છે. સૂરજમુખીના બીજ મા પ્રોટીન અને વિટામિન ઈ  સારી માત્રા મા હોય છે. તેનાથી શરીરમાં સોજા ઓછા થાય છે. એક શોધ અનુસાર જે મહિલાઓ કદદુ અને સૂરજમુખીનાં બીજનું સેવન કરે છે, તેને બ્રેસ્ટ કેન્સર થવાનો ભય ઓછો રહે છે.

તેને ઓલિવ ઓઇલમાં શેકીને ખાવા મા આવે છે. કંદ્દુ ના બીજ મા મોજુદ  ફાયટોસ્ટેરોલ્સ એ બ્લડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. એક સંશોધન અનુસાર કદું ના બીજ બ્લેડર મા સ્ટોન ના જોખમ ને ઓછુ કરે છે, તે બધાને  ખાતા પહેલા એક વાતનું ધ્યાન રાખવું જોઈએ, તેનું સેવન સીમિત માત્રા મા  જ કરો. રોજનું 50 ગ્રામ કે વધારે અળસી ખાવાથી માથા મા દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને બેચેની જેવું થતું હોય છે.