સામાન્ય રીતે એવું થતું હોય છે કે આપણે આપણા શરીર કરતાં વધારે ચહેરા પર ધ્યાન આપતા હોઈએ છીએ એટલે હંમેશા ચહેરાને જ ગોરો, મુલાયમ, સ્નીગ્ધ કરવાના પ્રયાસ કરતાં હોઈએ છીએ. ધૂળ, પ્રદૂષણ અને સૂર્યનાં કિરણોને કારણે હાથ અને પગની સ્કિન કાળી પડે છે એટલું જ નહીં, સૂકી અને કડક થઈ જાય છે.
દરેક લોકોની ઈચ્છા હોય છે કે એની ત્વચા ગોરી અને ચમકદાર બની રહે, એના માટે ચહેરા નું ધ્યાન રાખવું સૌથી જરૂરી કામ હોય છે. આપણા શરીરનો જે પણ હીસ્સો ખુલ્લો રહે છે, જેમ કે હાથ, પગ, ડોક, પીઠ તેના પર સુર્ય પ્રકાશ, પ્રદૂષણ અને અન્ય ગંદકીઓની અસર તરત જ થાય છે અને તેના કારણે શરીરના અંગ કાળા પડી જાય છે.. જો તમારી સાથે પણ એવું થાય તો એના માટે આ પાંચ ફૂડ જવાબદાર હોઈ શકે છે. તો ચાલો જાણી લઈએ એ ક્યાં ફૂડ છે, જેનું સેવન કરવાથી ત્વચા કાળી પડતી જાય છે.
ઓરેન્જ જ્યુસ :- ઓરેન્જ જ્યુસમાં ફાઈબર્સ હોતા નથી, જેનાથી એમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થાય છે અને કાળી ત્વચા થવા લાગે છે.
ખાંડ :- ઘણા એવા લોકો હોય છે જેને ખાંડ ખાવી ખુબ જ પસંદ હોય છે. જો તમે પણ એમાંથી છો તો ખાંડ ખાવાની તરત જ છોડી દો, કારણ કે વધારે ખાંડ નું સેવન પણ તમને કાળા બનાવી શકે છે. વધારે મીઠી વસ્તુ ખાવાથી બ્લડ શુગર ની માત્રા વધી જાય છે, જેનાથી સ્કિન પર સમસ્યા થઇ જાય છે અને સાથે જ ચહેરા ની સુંદરતા ગાયબ થવા લાગે છે.
સફેદ બ્રેડ :- ઘણા એવા લોકો છે જેને બ્રાઉન બ્રેડ કરતા વધારે સફેદ બ્રેડ ખાવાનું પસંદ હોય છે. પરંતુ તમને ખબર છે કે તે સફેદ બ્રેડ ધીમે ધીમે તમારા ચહેરા ની રોનક ને ખરાબ કરી રહી છે. સફેદ બ્રેડ થી ઇન્સુલીન નું લેવલ વધી જાય છે, જેનાથી સ્કિન ઓઈલી થઈ શકે છે અને સ્કિન કાળી થાય છે.
સ્પાઈસી ફૂડ :- ભોજન વધારે મરચી વાળું હોય તો તેનું સેવન સ્વાસ્થ્ય ને તો નુકશાન થશે જ સાથે તે ત્વચા માટે પણ હાનીકારક બને છે, કારણ કે વધારે તીખું ખાવાનું શરીર ના તાપમાન ને વધારે છે, જેનાથી બ્લડ વેસલ્સ ફેલાઈ જાય છે અને ત્વચા કાળી પડવા લાગે છે.
કોફી :- એક દિવસમાં ત્રણ કપથી વધારે કોફીનું સેવન કરવાથી પણ ત્વચા કાળી પડી છે. કોફી માં મળી આવતા કેફીન સ્ટ્રેસ હોર્મોનનું લેવલને વધારે છે, જેનાથી તમારી ત્વચા ધીમે ધીમે ડાર્ક થઇ જાય છે.