સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયા ને પરિવારે આપી 50 કરોડની જોરદાર ભેટ, તમે જોતા જ રહી જશો…

તાજેતાજુ

સુરતના ડાયમંડ કિંગ અને તેમના કર્મચારીઓને કાર અને ઘર ભેટમાં આપીને પ્રખ્યાત થયેલા પદ્મશ્રી સવજી ધોળકિયાને તેમના પરિવાર દ્વારા 50 કરોડ રૂપિયાની એક ભેટ આપવામાં આવી છે. આ ભેટ મળ્યા બાદ સવજીભાઈ ધોળકિયાએ ખાસ વાત જણાવી હતી.

સવજી ભાઈ એ કહ્યું કે મને ખબર જ ન હતી કે મારા પરિવારે મને આવી ભેટ આપવાનું નક્કી કર્યું છે. જોકે, હવે તેણે જે ગિફ્ટ આપી છે. તે મારા સ્વભાવથી થોડી અલગ છે. તેમ છતાં, મેં તેનો દિલથી સ્વીકાર કર્યો છે. પરિવારનો પ્રેમ જ મારા માટે સૌથી મહત્વની વસ્તુ છે.’

તેમના પરિવાર દ્વારા 50 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર ભેટ તરીકે આપવામાં આવ્યું છે. જેમાં સવજીભાઈએ લોકોને ઈમરજન્સી ઉપયોગ માટે હેલિકોપ્ટર આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.

હેલિકોપ્ટર આપવા અંગે સવજીભાઈના ભાઈ તુલસીભાઈએ કહ્યું હતું કે, ‘સેવાને જ ધંધો ગણતા સવજીભાઈ સેવા માટે ટૂંક સમયમાં એક જગ્યાએથી બીજા સ્થળે પહોંચી શકે તે માટે પરિવારે પ્રેમથી તેમને આવી ભેટ આપી છે.’

તમામ મંજુરી મળ્યા બાદ હેલિકોપ્ટરને લોકોની સેવામાં સમર્પિત કરવામાં આવશે. કોઈ પણને તાત્કાલિક મેડિકલ સેવાની તાત્કાલિક જરૂરીયાત હોય, ટૂંકા સમયમાં એક સ્થળેથી બીજા સ્થળે જવું પડે તેમ હોય, તેવા સમયમાં આ હેલિકોપ્ટર લોકોની સેવામાં હાજર હશે.

સવજીભાઈ ધોળકિયાનો જન્મ અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. 13 વર્ષની ઉંમરે તેઓ સુરત આવ્યા હતા અને એક કારખાનામાં નોકરી કરતા હતા. તેમણે લગભગ 10 વર્ષ સુધી હીરા ઘસવાનું કામ કર્યુ. આ ક્ષેત્રનો અનુભવ મળ્યા પછી તેમણે મિત્રો સાથે મળીને ઘરમાં જ આ કામની શરુઆત કરી હતી. આજે સવજીભાઈ 50 દેશોમાં હીરાઓ સપ્લાય કરે છે. વિશ્વના 5000 જેટલા શોરુમમાં ક્રિષ્ણા બ્રાન્ડના ડાયમંડના ઘરેણાં વેચાઈ છે.