શરીરમાં શક્તિ વધારવા ઉપરાંત અનેક બીમારીમાં આ તેલનો ઉપયોગ બને છે ચમત્કારી… જાણો એના અન્ય ફાયદાઓ..

સ્વાસ્થ્ય

દરેક લોકોના રસોઈ ઘરમાં ઘણી એવી ઔષધિઓ રહેલી હોય છે, જેના ઉપાયથી ઘણી બીમારીઓ દુર ભગાડી શકાય છે. આજે અમે તમને એક એવા તેલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરવાથી ઘણા રોગ માંથી છુટકારો મળી શકે છે. આ તેલ આયુર્વેદ તેલ માનવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ એ તેલ વિશે..

સરસવના તેલ નું નામ તો લગભગ દરેકે સાંભળ્યું જ હશે, તેનો ઉપયોગ આયુર્વેદમાં પણ જોવા મળે છે. લગભગ અમુક જ ઘરમા સરસવના તેલ નો ઉપયોગ નહિ થતો હોય. આ તેલ શાક સારુ બનાવવા માટે જ ઉપયોગી નથી પરંતુ સરસવનુ તેલ આરોગ્ય માટે પણ ખુબ જ લાભકારી બની રહે છે.

સરસવના તેલનો ઉપયોગ ખાવાની સાથે-સાથે દવાના રૂપમાં પણ કરી શકાય છે. સરસવનું તેલ આરોગ્ય માટે તો  સારું છે જ સાથે સાથે તે સુંદરતામાં પણ વધારો કરે છે. સરસવમાં એવા તત્વો જોવા મળે છે જેની ત્વચા અને તમારા શરીરને જરૂર હોય છે. સરસવનું તેલના ઉપયોગથી આરોગ્ય, વાળ અને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર રહે છે.

સરસવના તેલમાં ઘણા બધા પોષક તત્વ મળી આવે છે. વાળથી લઈને તમારા આખા શરીરની ત્વચાને ફાયદો પહોચાડે છે. સરસવનાં  તેલ ને ખૂબ સારું પેનકિલર પણ કહી શકાય છે. સરસવનુ તેલ વિવિધ રીતે અલગ અલગ રોગો પર કામ કરે છે. સરસવના તેલમાં કપૂર મિકસ કરી માલીસ કરવાથી સંધિવાના દર્દમાંથી આરામ મળે છે.

સરસવના તેલ માં કપૂર મિક્સ કરી ઉપયોગમાં લેવાથી સાંધાના દુખાવા અને કાનના દુખાવા માં રાહત મળે છે. સરસવના તેલનુ નિયમિત સેવન કરવાથી તમારે હદયના રોગનો સામનો નહિ કરવો પડે. સરસવનાં તેલના સેવનથી તમારી ભૂખ પણ વધે છે. કારણ તે તેલ તમારાં શરીર માટે એક એપીટાઇઝર સમાન ગણવામાં આવે છે.

સરસવના તેલનાં ઉપયોગથી તમારી ત્વચા પણ સારી બની રહેશે. કારણ બીજા કોઈ લોશન તમારી ત્વચાને કદાચ બગાડી શકે પરંતુ આ તેલ તમારી ત્વચાનો ખ્યાલ રાખશે. સરસવના તેલના થોડા ટીંપા, ચણાનો લોટ અને હળદર મિક્સ કરી ચેહરા પર લગાડવો. થોડીવાર પછી તમારા ચેહરાને સાફ પાણીથી ધોઇ લેવો. તેનાથી ચેહરો સાફ થઈને ચમકી ઉઠે છે.

સરસવના તેલથી વાળમાં માલિશ કરવાથી વાળ લાંબા થવાની સાથે બીજી સમસ્યા બંધ થઈ જાય છે. સરસવનું તેલ ઠંડીમાં હોઠ સુકાય જતાં હોય તો તેમાં પણ ખૂબ જ ઉપયોગી બને છે. સરસવનું તેલ એક હોઠ માટે લિપ બામનું કામ કરે છે. સરસવના તેલમાં રહેલું ગ્લુકોજિલોલેટ શરીરમાં કેન્સર અને ટ્યુમરની ગાંઠ બનતી અટકાવે છે.

રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર તેલનુ માલિશ કરવાથી આંખોની નબળાઈ દૂર થઇ જાય  છે. અને આંખની રોશનીમાં વધારો થાય છે. જે લોકોને કાનમાં વારંવાર દુખાવો થતો હોય તે વ્યક્તિ માટે સરસવનું તેલ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જયારે કાનમાં દુખાવો થાય ત્યારે  કાનની અંદર સરસવના તેલ ના ટીપા નાખી દેવામાં આવે તો તેના કારણે કાનમાં થતા દુખાવામાં તરત જ રાહત મળશે.