સરગવાનું સેવન કરવાથી ઘણા રોગ માંથી મળે છે રાહત, જાણો સરગવાના ફાયદા..

સ્વાસ્થ્ય

સરગવો એ એક પ્રકારની શાકભાજી છે. જેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. સરગવો એક પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. સરગવો પુરુષો માટે ખૂબ લાભકારક માનવામાં આવે છે અને તેનું સેવન કરવાથી તેમના શરીરને અનેક રોગોમાંથી છુટકારો મળે છે. જેમાં  કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ, આયર્ન અને ઝિંક જેવા તત્વો હોય છે.

આમ તો સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન, ફુલ, શીંગ, અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. આર્યુવેદમાં 300 રોગોના સારવાર માટે સરગવાનો ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સરગવાની કઢી લગભગ ઘણા ઘરમાં બનાવવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું એના અમુક ફાયદા..

બ્લડ સુગર :- સરગવો બ્લડ સુગર નિયંત્રણ કરવામાં ખૂબ ફાયદાકારક છે. તેને ખાવાથી ટાઇપ 2 ડાયાબિટીઝ થતી નથી અને સુગર લેવલ હંમેશાં કંટ્રોલમાં રહે છે. જો કે, તેને ખાવાથી ઇન્સ્યુલિન યોગ્ય રીતે ઉત્પન્ન થાય છે અને બ્લડ સુગર વધતું નથી.

કેન્સરના રોગ માટે : સરગવાનો ઔષધ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. સરગવાના મૂળમાં વધારે પ્રમાણમાં પોષણ મળે છે અને તેમાં હાઈટોકેમિકલ કંપાઊન્ડ અને એલ્કોનાઈડ મળે છે. જ્યારે કેટલાક લોકો તેના પાવડર સ્વરૂપનું સેવન કરે છે. સરગવાનો પાવડર તૈયાર કરવું ખૂબ જ સરળ છે.

માથાનો દુખાવો દૂર કરે: સરગવામાં કેલ્શિયમ રહેલું હોય છે. સરગવાના પાનની પેસ્ટ ઘા પર લગાડવામાં આવે તો એનાથી રાહત મળે છે. તેનો શાકમાં ઉપયોગ કરવાથી માથાના દુખાવામાં રાહત આપે છે અને આંખોની રોશની પણ તેજ થાય છે.

વજન ઘટાડવા માટે: સરગવાનું સેવન કરવાથી તમે વજન ઘટાડી શકો છો. સરગવામાં એન્ટિબાયોટિક અને પેનકિલરના ગુણ હોય છે અને તે સુજાનના દુખાવાને દૂર કરે છે. સરગવાનું શાક ખાવાથી ઇજાગ્રસ્થ કોશિકાઓના સરખી કરવામાં મદદ રાકે છે. સરગવાના પાંદડાના  રસનું સેવન કરવાથી વજન ધીમે ધીમે ઓછી થવા લાગે છે. અને આપણે સરગવાની જેમ પાતળા થઇ શકીએ છે.

પાચન ક્રિયામાં ફાયદો: પાચનતંત્ર માટે પણ સરગવો ઉપયોગી છે. સરગવાના પાનમાં વિટામિન બી કોમ્પલેક્સ, ફોલિક એસિડ, પઇરિડોક્સિન ભરપૂર પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત તેનું શાક ખાવાથી કબજિયાત જેવા રોગોમાં આરામ મળે છે.