દરેક વ્યક્તિ સારા સપના જોવાનું ધ્યેય બનાવે છે. અને એને પુરા કરવા માટે પણ ઘણા પ્રયત્ન કરે છે. તેમજ દરરોજ અલગ અલગ સ્વપ્ન જરૂર આવતા હોય છે. કોઈને એ સપનું યાદ રહે છે તો કોઈ ને જાગતા ની સાથે જ ભૂલી જાય છે કે તેમને રાત્રે શું સ્વપ્ન જોયું હતું. કોઈ ને સ્વર્ગ ના સપના આવે છે તો કોઈ ને ભૂત પ્રેતના. તો કોઈ વ્યક્તિને સપના માં સ્વજન અથવા પશુ પક્ષી કે જીવ જંતુ પણ આવે છે.
આ દરેક વસ્તુ નું સપના માં આવવું એ કોઈ ને કોઈ પ્રકારે આપણા જીવનમાં ઘટવાની ઘટના વિશે સંકેત આપે છે. એવા ઘણા લોકો છે જે વારંવાર અકસ્માતનો શિકાર બનતા હોય છે અને તેનો દોષ અન્ય લોકો માટે આપે છે. પરંતુ ઘણી વાર આ બધા સંકેતો પણ કુંડળીમાં કાલસર્પ યોગ હોવાનો સંકેત આપે છે.
તે જ રીતે કેટલાક અન્ય લક્ષણો છે, જે કાલસર્પ વિશે માહિતી આપે છે. આજે અમે તમને અમુક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા કાલસર્પની સમસ્યા માંથી રાહત મળી શકે છે. ઘણી વાર એવું બનતું હોય છે કે ભયાનક સપનાઓ એકધારા આવે તો વ્યક્તિ ખુબ જ ડરી જાય છે તેને કઈ સમજાતું નથી કે આવું શા માટે થાય છે.
ત્યારે હવે તેનાથી ડરવાની બિલકુલ જરૂર નથી આજે અમે જણાવીશું આવા સપના શા માટે આવે છે અને તેનાથી બચવા માટેના અમુક ઉપાયો. ચાલો જાણીએ.
એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ યોગ હોય તો તે વ્યક્તિને ખરાબ સપના આવે છે. આ સાથે, તે કોઈ કારણ વગર મુશ્કેલીમાં રહે છે. તે જ સમયે, લોકોને તેમના સપનામાં સાપ દેખાય છે. આ સાથે, આવા લોકો મોટે ભાગે તેમના સપનામાં કોઈનું મૃત્યુ થતું જોવા મળે છે.
જ્યારે આવા લોકોને સખત મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી. જ્યોતિષો ના જણાવ્યા અનુસાર, જો કોઈની કુંડળીમાં દોષ હોય તો તેના વિરોધીઓની સંખ્યામાં વધારો થાય છે.
આ સાથે, જો તમે તેનાથી મુક્તિ મેળવવા માંગતા હોય, તો પછી તમે શનિવારે વહેતા પાણીમાં થોડો કોલસો વહાવી શકો છો, કારણ કે આ કરવાથી, કાલસર્પથી થતી મુશ્કેલીઓ ઓછી થાય છે. આની સાથે જો ચોટી વાળું નાળિયેર અને મસૂરની દાળ વહેતા પાણીમાં વહી જાય તો કાલસર્પ દોષ દૂર થાય છે.