સપનામાં કોઈ સાથે બાંધો છો જાતીય સબંધ, તો જાણો એનો શું થાય છે મતલબ

સહિયર

દરેક લોકોને આવતા સપનાનો કોઈ ને કોઈ અર્થ થાય છે. સપનાં તમારી અંદર ચાલતા એ વિચારોનું રૂપ હોય છે કે જે તમે વ્યક્ત નથી કરતા. સૌથી વધુ મહત્વની બાબત હોય છે તો તે છે સારી ઊંઘ આવે અને બીજું છે સારા સપના આવે. જેનાથી માનસિક શાંતિનો અહેસાસ થાય અને જેનાથી આગામી દિવસ તાજગીભર્યો રહે. પરંતુ સપનામાં કોઈ સાથે સેક્સ કરવું તે અજીબ લાગે છે.

દરેક સપના કોઈ સંકેત જરૂર આપે છે. તમે જ્યારે સૂવા જાવ છો ત્યારે ફણ તમને અવચેતન મન સચેત અવસ્થામાં રહે છે સક્રિય અવચેતન મનમાં જે પણ સ્મૃતિ હોય છે કે કોઇ કામના હોય છે જ્યારે સપના તરીકે તમને જોવા મળે છે. ઘણા સપના તમને ડરાવે છે. તો કેટલાક સપના તમને સુખદ અનુભવ કરાવે છે.

એક સંશોધનમાં સામે આવ્યું છે કે સ્ટડીમાં ભાગ લઈ રહેલા પુરૂષ અને મહિલાઓમાંથી લગભગ 8 ટકા એવા હતા જેમને સેક્સ સંબંધી સપના દેખાતા હતા.  સેક્સનું સપનું આવવું તમારા માટે એક સુખદ અનુભવ હોય છે. નિષ્ણાંત તે અંગે જણાવે છે કે જ્યારે તમે તમારી લાઇફમાં સેક્સનો આનંદ લઇ શકતા નથી કે સેક્સથી જોડાયેલી તમારી ભાવનાઓને ઉજાગર કરી શકતા નથી, તો તમારે આ પ્રકારના સપના આવવા લાગે છે.

સપનાઓ અધૂરી ઈચ્છાઓ અને અનપેક્ષિત વિચારોને અભિવ્યક્ત કરે છે. જે આપણી અવચેતનાનો ભાગ હોય છે. તેનું કારણ કંઈ પણ હોઈ શકે છે. સપનામાં તમે પોતે કોઇ અજનબીની સાથે ઓફિસના કોઇ વ્યક્તિની સાથે, સાર્વજનિક સ્થાન પર તેમના પૂર્વ પ્રેમી કે પ્રેમિકા અને પતિ કે પત્ની સાથે સેક્સ કરતા જોવા મળે છે.  આ સ્થિતિ ત્યારે વધારે જોવા મળે છે જ્યારે તમે યૌન રૂપથી વંચિત રહો છો અથવા તમારા કામુક ઈચ્છાઓ દબાતી હોય.

સપનામાં અજનબી સાથે સેક્સનો મતલબ આ રીતે સપના આવવા પણ એક સામાન્ય વાત છે. આ પ્રકારના સપના તમારી કામેચ્છાની સ્થિતિને સારો સંકેત મળે છે. આ પ્રકારના સપનાથી તમારા મગજને એવું જણાવવાની કોશિશ કરે છે કે તમારી સેક્સ સંબંધી શારીરિક જરૂરિયાતોને પુરી કરવામાં આવી રહી નથી. આ પ્રકારના સપના આવ્યા બાદ મનને શાંત રાખવાનો પ્રયાસ કરો અને તમારા મગજને શાંત કરવા કોઇ સારી રીત શોધો.