સની દેઓલ-અમિષા પટેલ સ્ટારર ફિલ્મ ‘ગદર 2’નો ક્લાઈમેક્સ સીન આવો હશે, આ પાત્રની પાકિસ્તાની સેના સાથે થશે લડાઈ!

ફિલ્મી દુનિયા

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર’ 22 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2001માં રીલિઝ થઈ હતી અને ત્યારબાદ ‘સકીના તારા સિંહ’ ની લવસ્ટોરીએ સૌના દિલ જીતી લીધા હતા.હવે આ ફિલ્મનો બીજો ભાગ ‘ગદર 2’ રીલિઝ થવા જઈ રહ્યો છે અને આ ફિલ્મનો બઝ અબીહ કરતા વધુ જોરદાર છે.ફિલ્મ ‘ગદર 2’માં નેગેટિવ પાત્ર ભજવનાર અભિનેતાએ જણાવ્યું છે કે ગદર પછી તેના બીજા ભાગમાં વાર્તા કેવી રીતે આગળ વધશે અને તેના ક્લાઈમેક્સમાં શું થશે.આવો જાણીએ આ ફિલ્મની સ્ટોરીલાઈન વિશે અને એ પણ જાણીએ કે ફિલ્મના ક્લાઈમેક્સ સીનમાં શું થશે…

તમને જણાવી દઈએ કે ‘ગદર 2’માં નેગેટિવ પાત્ર ભજવનાર અભિનેતા ‘મનીષ વાધવા’એ એક મીડિયા પોર્ટલ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ ફિલ્મની વાર્તા કેવી હશે.તેણે કહ્યું છે કે અંતમાં તારા સિંહનો દીકરો એટલે કે ‘ચરનજીત’ પણ આ સ્ટોરીમાં ઘણા એક્શન સીન કરશે અને તે પોતાના પ્રેમ માટે પાકિસ્તાની સેના સાથે લડશે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મનીષ વાધવા કહે છે કે ગત વખતની જેમ પ્રેમ ફિલ્મનો આધાર છે અને તારા સિંહ તેમના પુત્ર સાથે પાકિસ્તાન જશે અને તેને પોતાના પ્રેમ સાથે ફરીથી જોડશે. .ફિલ્મના એક્શન સીનનું નિર્દેશન વિકી કૌશલના પિતા અને એક્શન ડિરેક્ટર શામ કૌશલ દ્વારા કરવામાં આવ્યું છે અને પાકિસ્તાનમાં સીન શૂટ કરવા માટે લખનૌ જેવા સ્થળોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.