પત્રલેખાની બધીજ કોશિશ પર ફરી વળશે પાણી,,સઇની સુંદર અદાઓ જોઈને વિરાટના દિલની વધી જશે ધડકનો…

મનોરંજન

સ્ટાર પ્લસની પોપ્યુલર સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ તેના વર્તમાન ટ્રેકને કારણે આ દિવસોમાં દર્શકોના મોં પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં દર્શકોને ખુશ કરવા માટે મેકર્સ ફરી એકવાર સઈ અને વિરાટને નજીક લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, તેણે ભવાની કાકુના નેચરમાં પણ ઘણો ફેરફાર કર્યો છે.

ગયા એપિસોડમાં જોવા મળ્યું હતું કે સઈ અને સવી વિનાયકના મનમાંથી ડર દૂર કરવા માટે એક પ્લાન બનાવે છે. તે ઘરમાં ઘણા બાળકોને પણ લાવે છે જે સવી અને વિનાયકના મિત્રો બને છે. પરંતુ સિરિયલમાં આવતા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ અહીં પૂરા થતા નથી.

સઈને તેના પ્લાનમાં સફળતા મળશે..

સિરિયલના આગળના એપિસોડમાં સઈ ચોર-પોલીસની રમત વચ્ચે સવીને ગોળી મારવાનુ નાટક કરે છે. જેમાં સવી પણ તેની બુદ્ધિનોં યૌગ્ય ઉપયોગ કરીને એક નાટક ભજવે છે અને ડૉક્ટરને બોલાવે છે. વિનાયકને રૂમમાંથી બહાર કાઢવા માટે તે આ બધું કરે છે અને તેમાં સફળ પણ થાય છે.

વિનાયક તેનોં ડૉક્ટરનો સેટ લઈને સવી પાસે આવે છે.પત્રલેખા તેને રોકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કાકુ તેને પકડી રાખે છે અને કહે છે, “તારે ખુશ થવું જોઈએ કે તારા પુત્રનો ડર ખતમ થઈ રહ્યો છે.”

સઈની સુંદરતા જોઈને વિરાટના દિલની ધડકન વધી જશે.. આગળના એપિસોડમાં તમે જોશો કે વિરાટ સઈને વહેલી સવારે ભીના વાળ સાથે જોતો બતાવશે, જેનાથી તેની દિલની ધડકનોં વધી જાય છે. પોલીસ સ્ટેશનમાં પણ તે સઈના વિચારોમાં મગ્ન થઇ જાય છે.

પણ પછી પત્રલેખા વિરાટ માટે ત્યાં લંચ લઈને ત્યાં પહોંચી જાય છે. તે વિરાટના લંચ ટાઈમને તેની લવ ડેટ બનાવે છે અને તેને પોતાના હાથે ખવડાવે છે. જોકે, એટલામાં જ સઈ પણ ત્યાં પહોંચી જાય છે.

પત્રલેખા સઈની ઈર્ષ્યા કરવામાં હદ વટાવી જશે: સિરિયલનોં મનોરંજનનો ડોઝ અહીં પૂરો થતો નથી. આ શો માં ટૂંક સમયમાં જ બતાવશે કે સઈનો જીવ જોખમમાં મુકાઈ જશે. આથી સઇનુ ધ્યાન રાખવા માટે વિરાટ આખી રાત આઉટહાઉસની બહાર સૂવાનું નક્કી કરે છે.

ઠંડીને કારણે તે સઈની સાડી ઓઢી લે છે. પરંતુ આ બધું જોઈને પત્રલેખા એટલી ગુસ્સે થઈ જાય છે કે તે કાતર લઈને સઈની સાડી કાપી નાખે છે.સવારે તેની સાડી ફાટેલી જોઈને સઈ શોક થઇ જાય છે..