સિરિયલ ગુમ હૈ કિસીકે પ્યાર મેં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સઈ, પાખી અને વિરાટ તેંમના પુત્ર વિનુને પાછો મેળવવા માટે બધા વચ્ચે જાણે એક યુદ્ધ ચાલી રહ્યું છે.સઈએ પાખીની યોજનાને બગાડીને ચવ્હાણ હાઉસે જવાનુ નક્કી કર્યું છે..
સારી વાત એ છે કે કાકુ અને વિરાટ આ સમગ્ર મામલામાં સઈની સાથે ઉભા છે. વિરાટને સઈનો બચાવ કરતા જોઈ પાખી વધુ ખીજાય જાય છે. પરંતુ અસલી ડ્રામાતો સઈ ચવ્હાણ હાઉસમાં પ્રવેશ્યા પછી શરૂ થશે. હાલમાં જ સીરિયલનો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં સઈ અને વિરાટ રોમેન્ટિક થતા જોવા મળી શકે છે.
સઈ અને વિરાટ પોતાના બાળકોની ખુશીના કારણે અલગ રહેતા હતા. પરંતુ એ જ વિનાયકએ તેમની અસલી ઓળખને કારણે બંનેને નજીક લાવી રહ્યા છે. વિનાયકને મેળવવા માટે સઇ ચવ્હાણ હાઉસ રહેવા જશે ત્યાં સઈને પણ વિરાટની આસપાસ રહેવાની તક મળે છે.
નવા પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે વિરાટ અને સઈ એકબીજાની આંખોમાં ખોવાઈ જાય છે. બંનેની આંખોમાં આટલા વર્ષોના જુદાઈ અને પ્રેમના આંસુ દેખાય છે. સઈના ઘરે પાછા આવવાથી વિરાટ તો ખુશ થયો જ છે પણ પાખીની ચીડ જાણે આજકાલ વધી ગઈ છે. હવે વિરાટ અને વિનાયક બંને તેના હાથમાંથી જાણે નીકળી રહ્યા છે..
તાજેતરમાં જ બતાવવામાં આવ્યું હતું કે સઈ તેના પુત્રને પાછો મેળવવા ચવ્હાણ હાઉસે પ્રવેશ કરે છે. પરંતુ જ્યારે વિરાટ તેને રોકે છે ત્યારે પાખી તેનો સામાન ઘરની બહાર ફેંકવા માટે ઉપાડી લે છે. પાખીને આવું કરતા જોઈને તેં આશ્ચર્યચકિત થઈ જાય છે.
સઈએ બધાની વચ્ચે સ્પષ્ટ કર્યું છે કે પાખીએ તેના પુત્રમાં જે નફરત ઉભી કરી છે તેને દૂર કરવા તે ઘરે પરત આવી છે. હવે જોવાનું એ રહે છે કે શું સઈ તેના પુત્રના દિલમાં ફરી તેના પ્રત્યે પ્રેમ જગાવવામાં સફળ થાય છે કે નહિ…
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment