સઇ અને વિરાટ આવશે નજીક,,કાકુએ પાખીને ઘર માંથી બહાર કાઢી મુકવાની આપી ધમકી…

મનોરંજન

ટીવી સીરિયલ ” ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ હાલમાં જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે.કાકુનું બદલાયેલું રૂપ જોઈને બધાને નવાઈ લાગે છે. તે કોઈપણ કિંમતે વિરાટની ખુશી પાછી લાવવા માંગે છે અને તેથી તેમણે સવીને તેના પિતા વિશે સત્ય કહી દીધું છે.

તાજેતરમાં તમે જોયું કે સઈ અને સવી ચવ્હાણ હાઉસ આવ્યા છે અને વિરાટ તેમને એકસાથે જોઈને ખૂબ જ ખુશ છે. પત્રલેખાના શ્રેષ્ઠ પ્રયાસો છતાં વિરાટ સઈ અને સવીને ઘરની બહાર ધકેલી દેતો નથી… છેલ્લે, પાખી વિનાયકને તેની સાથે લઈ ઘર છોડી દેવાની ધમકી આપે છે.

કાકુ પાખીને ધમકાવશે.

આજના એપિસોડમાં તમે જોશો કે સઈ આઉટહાઉસમાં રહેવાનો નિર્ણય કરે છે. પરંતુ સઈની હાજરીથી પરેશાન, પત્રલેખા જવા માટે પેકીંગ કરવાનું શરૂ કરે છે.વિરાટ તેને સમજાવવાનો પ્રયાસ કરે છે કે તે વિનાયકને ક્યાંય જવા દેશે નહીં,

પરંતુ પાખી તેના પર બૂમો પાડે છે ત્યારે જ ભવાની કાકુ ત્યાં આવીને કહે છે કે તે વિનાયકને આ ઘરમાંથી ક્યાંય જવા દેશે નહીં પરંતુ પાખી તેં માટે રાજી થવા તૈયાર નથી, આના પર તે ચેતવણી આપે છે કે પાખી તમારે એકલા જવું જ હોય ​​તો જાવ પણ વિનાયક આ ઘર માંથી ક્યાય નહીં જાય.

સઈ અને વિરાટ નજીક આવશે..

વિરાટ સઈ અને સવીને આઉટહાઉસ સાફ કરવામાં મદદ કરશે અને આ દરમિયાન સઈ ગરોળીને જોઈને ડરી જાય છે અને જ્યારે તે પડી જવાની હોય ત્યારે વિરાટ તેને પકડી લેશે અને આમ ફરી એકવાર સઈ અને વિરાટ બોલાચાલી શરૂ કરી દે છે.

સઈ, સવી અને વિરાટને ખુશ જોઈને, કાકુની ખુશીનો કોઈ પાર નથી અને તે બાપ્પા પાસે આશીર્વાદ માંગશે કે વિનાયક પણ જલ્દી સ્વસ્થ થઈ જાય અને વિરાટનો પરિવાર સંપૂર્ણ બને.આગામી એપિસોડ્સમાં તમે વિરાટને સઈ સાથે ફ્લર્ટ કરવાનો પ્રયાસ કરતા જોશો. તે સઈનો હાથ પકડીને તેની માફી પણ માંગશે.પરંતુ બીજી તરફ પાખી વિરાટની જિંદગી બગાડવામાં કોઈ કસર છોડશે નહીં…