સઈ અને વિરાટ કાકુને લીધે મળશે, પાખી બતાવશે પોતાનો અસલી રંગ…

મનોરંજન

પાખી હવે શોમાં પોતાનો અસલી રંગ બતાવશે, જ્યારે અશ્વિની અને વિરાટ ભવાનીનો બદલાયેલો ચહેરો જોઈને ચોંકી જશે. કાકુ વિરાટને તેના દિલની વાત સાંભળવા કહેશે.

એપિસોડની શરૂવાત પાખીનાં નવા નાટકથી થાય છે. તે દીવાલ પર ઈયરીંગ લટકાવીને વિરાટને ગમે તેમ બોલીને અપમાનિત કરશે. જેના પર વિરાટને આખું ઘર પ્રશ્ન કરશે. પાખી કહેશે કે ભીંત પરનું આ ઈયરિંગ્સ સઈનું છે. ત્યારબાદ બંનેનો ઝઘડો શરૂ થાય છે. કાકુ વિરાટને સમજાવે છે કે તેણે બે બોટ વચ્ચે ન બેસવું જોઈએ પરંતુ તેના દિલની વાત સાંભળવી જોઈએ.

સઈ વિનુ માટે ટિફિન મોકલે છે. પરંતુ પાખી તેને ડસ્ટબીનમાં ફેંકી દે છે. પાખી સઈને કહે છે કે વિનુ તેને એટલી નફરત કરે છે કે તેને તેં આપેલું લંચ બોક્સ ડસ્ટબિનમાં ફેંકી દીધું છે… જેના કારણે દુઃખી થઈને સઈ ખુબ જ રડે છે.. ત્યારે કાકુ વિરાટને ફોન કરીને જણાવે છે..

વિરાટની નફરત વધશે.

વિરાટના ખિસ્સામાંથી પાખીને સઇનું ઈયરિંગ્સ મળે છે. જેના કારણે પાખીએ હંગામો મચાવી દીધો છે. તે સઇનું ઈયરિંગ્સ ફોટામાં ફ્રેમ કરે છે અને તેને દિવાલ પર લટકાવી દે છે. આખું ઘર તમાશો જોવા એકત્ર થાય છે. તે સઈના નામ પર વિરાટનું ઘણું અપમાન કરે છે.

તેના પર વિરાટ કહે છે કે સઈએ તેને એક મોટી દુર્ઘટનાથી બચાવી લીધો. જો તે ત્યાં ન હોત તો આજે આ કાનનાં ઝૂમખા તેના ફોટાથી બદલાઈ ગઈ હોત.આ સાંભળીને પાખી વધુ ગુસ્સે થઈ જાય છે.જેનાથી કાકુ ચિંતાતુર થઈ જાય છે.

પાછળથી, કાકુ વિરાટને સમજાવે છે કે તેણે ફક્ત તેના દિલની જ વાત માનવી જોઈએ. તેં વિરાટને સંકેત આપે છે કે તેને અને સઇએ સાથે જ રેહવું જોઈએ.વિરાટ રડે છે અને કહે છે કે હું તમારી પાસેથી શીખ્યો છું કે કર્તવ્ય દિલ કરતા મોટું હોય છે. તે દિલને ફરજ પહેલા આવવા દેશે નહીં. વિરાટ કહે છે કે તે પોતાનું વચન પૂરું કરશે.

પાખીએ યુક્તિ કરી.

સઈ વિનુ માટે ટિફિન તૈયાર કરે છે અને સવીને વિનુને ટિફિન આપવા મોકલે છે. પરંતુ પાખી ટિફિન ડસ્ટબિનમાં ફેંકી દે છે. તે પછી તે સઈ પાસે જાય છે અને વિરાટનો જીવ બચાવવા માટે તેનો આભાર માને છે.

ત્યારબાદ તેં સઈને ડસ્ટબિનમાં પડેલું લંચ બોક્સ બતાવે છે અને કહે છે કે વિનાયક તેને કેટલી નફરત કરે છે.. પાખી સઇથી જૂઠું બોલે છે કે વેણુએ ટિફિન ફેંકી દીધું.આ સાંભળીને સઈ દુઃખી થાય છે અને રડે છે.

કાકુ વિરાટ અને સઈને નજીક લાવવાનો પ્લાન બનાવે છે. તે આઉટહાઉસની બહાર કોટન કેન્ડી અને સઈની મનપસંદ વસ્તુઓ રાખે છે. તે વિરાટને ફોન કરે છે અને તેને કહે છે કે સઈ હોસ્પિટલ નથી ગઈ અને રડી રહી છે. આ સાંભળીને વિરાટ ઘરે આવે છે. કાકુને આ બધું કરતાં જોઈને અશ્વિની ચોંકી જાય છે.

તેણે પૂછ્યું કે કાકુ આવું કેમ કરે છે.??? આના પર ભવાનીએ જવાબ આપ્યો કે તે ઘરની વડીલ છે અને મનથી આ કામ કરી રહી છે..પ્રિકૅપમાં સઈ રડતી અને કોટન કેન્ડી ખાતી અને વિરાટ સાથે લડતી બતાવે છે..