સઇ અને પાખી વચ્ચે થશે જબરજસ્ત લડાઈ,,આ વખતે વિરાટ આપશે સઇનોં સાથ..

મનોરંજન

ટીવી દુનિયાની સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં ચાહકોને હાલમાં ખુબ જ પસંદ આવી રહી છે..અને તેના ટ્વિસ્ટ અને ટર્ન્સ શોને વધુ રોમાંચક બનાવે છે..આગામી એપિસોડ્સમાં, તમે જોશો કે તેના સાચા પિતાનું નામ જાણ્યા પછી, સવી સઈ સાથે ચવ્હાણ હાઉસે જાય છે. જ્યારે પાખી તેને જુએ છે, ત્યારે તે ગુસ્સે થઈ જાય છે. બંને વચ્ચે ઝઘડો થાય છે. પાખી સઈને ઘરની બહાર ધકેલી દેં છે પરંતુ વિરાટ તેને રોકે છે.

સઈ અને પાખી વચ્ચે થશે મોટો ઝગડો..

આવનારા એપિસોડમાં તમે જોશો કે સઈ બધા સાથે વિરાટના ઘરે પહોંચે છે. તેં વિરાટની સામે દત્તક લેવા અંગેના કાગળો ફાડી નાખે છે અને વિરાટ આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે, તે પછી તે કહે છે કે હવે હું અહીં તમારી સાથે રહીશ.આ બધું સાંભળીને પાખી ટેન્શનમાં આવી જાય છે.આ કારણે પાખી સઈ સાથે લડાઈ શરૂ કરે છે. તેં સઇ પર આરોપ લગાવે છે કે તેં વિનાયકને લઇ જવા માટે અહીં આવી છે..

વિરાટ સઈને સપોર્ટ કરશે

પાખી સઈને કહે છે કે તે ખૂબ જ ખરાબ માતા છે અને તેને ઘરની બહાર કાઢી મૂકે છે. પાખી સઈની બેગ લઈને તેને બહાર ફેંકવા જાય છે, જ્યારે વિરાટ તેને રોકે છે અને કહે છે કે તે તેના પુત્રીની અને પુત્રની માતા છે. તેથી તે આવું થવા દેશે નહીં. તે કહે છે કે તે પણ ઈચ્છે છે કે સવી તેની સાથે રહે.

પાખી પોતાનો સામાન પેક કરે છે

વિરાટની વાત સાંભળીને પાખી ગુસ્સે થઈ જાય છે. પાખી વિરાટને કહે છે કે તે સઈ અને સવી સાથે રહીને તેના સુખી પરિવારને સેટલ કરવા માંગે છે પરંતુ તે આ ઘરમાં નહીં રહે. પાખી તેનો સામાન પેક કરે છે પરંતુ વિરાટ તેને રોકે છે અને પાખીને ખાતરી આપે છે કે તે વિનાયકને તેનાથી અલગ નહીં થવા દે. પાખી તેને કહે છે કે મને તમારી વાત પર બિલકુલ વિશ્વાસ નથી.તમે વિશ્વાસઘાત કરો છો…