ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી હોય છે. લગભગ દરેક ઘરમાં ડુંગળી મળી આવે છે. ડુંગળીનો રસ અનેક બીમારીઓને દૂર ભગાડવા માટે અને તંદુરસ્ત રહેવા માટે ખુબ ઉપયોગી છે. ડુંગળી માત્ર ભોજનનો સ્વાદ જ નહી, પરંતુ તેમાં પુષ્કળ પોષક તત્વો અને રક્ષણાત્મક સંયોજન પણ હોય છે, જે આપણને વિવિધ રોગો સામે લડવામાં મદદ કરે છે.
તમે સામાન્ય રીતે બજારમાં લાલ અને સફેદ ડુંગળી જોશો. સફેદ ડુંગળી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. સફેદ ડુંગળીના રસમાં આદુનો રસ મિક્સ કરીને પણ પીઈ શકાય છે. તેમ છતાં બંનેને તેમના જુદા જુદા ફાયદા છે, પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ સફેદ ડુંગળી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આજે અમે તમને સફેદ ડુંગળી વિશે જણાવીશું જેનું સેવાન્મ કરવાથી ખુબ જ ફાયદા મળે છે.
પુરુષો માટે રામબાણ :- સફેદ ડુંગળીનો ઉપયોગ વીર્યમાં વધારો કરવા માટે થાય છે. તેનું મધ સાથે સેવન કરવાથી ખુબ જ ફાયદો મળે છે. ડુંગળીમાં રહેલા એન્ટીઓકિસડન્ટો કુદરતી રીતે શુક્રાણુ વધારવામાં મદદ કરે છે.
હૃદયને સ્વસ્થ રાખે છે :- સફેદ ડુંગળીમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. સફેદ ડુંગળી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. તેમાંથી મળતું મિથાઈલ સલ્ફાઈડ અને એમીનો એસિડ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે, માટે હ્રદય રોગથી બચી શકાય છે.
પાચક શક્તિને મજબૂત બનાવે છે :- સફેદ ડુંગળી ફાઇબર અને પ્રિબાયોટિક્સથી ભરપુર હોય છે, જે તમારા પેટના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. ડુંગળીમાં પ્રીબાયોટિક ઇનુલિન અને ફ્રુક્ટો ઓલિગોસાકેરાઇડ્સ ભરપૂર માત્રામાં હોય છે અને જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો પેટમાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધે છે.
કેન્સર જેવી બીમારી માટે ફાયદાકારક :- સફેદ ડુંગળીમાં પુષ્કળ પ્રમાણમાં સલ્ફર હોય છે જેથી જે કેન્સર સામે લડવામાં વ્યક્તિને મદદ કરે છે. ડુંગળીમાં સલ્ફર, ક્યુરસિટીન ફ્લેવોનોઇડ અને એન્ટીઓક્સિડેન્ટ ગુણ ગાંઠના વિકાસને અટકાવે છે.
સુકી ઉધરસમાં ફાયદાકારક :- સૂકી ઉધરસમાં ગળું છોલાઈ જતું હોય છે, આવી તકલીફમાં ગોળ કે મધ સાથે સફેદ ડુંગળીનો રસ લેવાથી આરામ મળે છે. ગળું મટાડવાની ચિંતામાં વધારે પ્રમાણમાં તેનું સેવન ન કરો, એક ચમચી પુરતું છે. ડાયાબિટિસમાં સફેદ ડુંગળી શરીરમાં બેલેન્જ જાળવી રાખે છે, આ કારણે નિયમિત સફેદ ડુંગળી ખાવની સલાહ આપવામાં આવે છે.
બ્લડ સુગર લેવલ રાખે છે કંટ્રોલ :- ડુંગળી સારી રીતે બ્લડ પ્યુરિફાયર પણ છે અને લોહીની અછતને તે દૂર કરે છે. સફેદ ડુંગળી બ્લડ શુગરનું પ્રમાણ ઓછું કરે છે અને તેને નિયંત્રિત કરે છે. ડાયાબિટીઝ સામે લડતા દર્દીઓએ આહારમાં સફેદ ડુંગળીનો સમાવેશ કરવો જ જોઇએ.