સ-બંધને મજબુત બનાવવા માટે પાર્ટનરની ઈચ્છાઓ અને અપેક્ષાઓનું રાખો ખાસ ધ્યાન..

સહિયર

પ્રેમ એક અલગ જ અહેસાસ હોય છે. બે વ્યક્તિ વચ્ચે પ્રેમ દર્શાવવા શારી-રિક સબંધ બને છે. સંબંધોમાં જોડાતા પહેલા દરેક લોકોને એમના ભાવી પાર્ટનર પાસેથી કેટલીક અપેક્ષાઓ હોય છે. સંબંધોમાં બે લોકો એક બીજાને ગમે એટલો પ્રેમ કરે, પરંતુ જો તેઓ એકબીજાની ઇચ્છાઓ અને લાગણીઓને સમજી ન શકે, તો તે તેમની વચ્ચે ખટાશ જરૂર લાવી શકે છે.

આટલું જ નહીં, તેમના શારી-રિક સંબંધોમાં ક્યારેય પણ એવો પ્રેમ નથી આવી શકતો, જે ખરેખર તેમના સંબંધમાં હોવો જોઈએ. એટલા માટે જો તમે તમારા જીવનસાથીને પ્રેમ કરતા હોય, તો તે જાણવું તમારા માટે પણ ખૂબ જ મહત્વનું છે કે વ્યક્તિ તેના સંબંધોમાં શું ઇચ્છાઓ અને અપેક્ષાઓ રાખે છે. આજે અમે તમને જણાવી દઈએ કે એક પુરુષ પોતાના જીવનસાથી પાસેથી શું અપેક્ષાઓ રાખતો હોય છે.

શરત વગરનો પ્રેમ :- સંબંધોમાં જ્યારે પુરુષ પાસેથી કોઈ વસ્તુની માંગ કરવામાં આવે અને તેના પ્રેમના બદલામાં અમુક શરતો રાખે તો એવી બાબત પુરુષને થોડી પણ પસંદ આવતી નથી. ખરેખર દરેક માણસ તેના જીવનસાથી પાસેથી શરત વગરનો જ પ્રેમ ની ઈચ્છા રાખતો હોય છે.

જો કે છોકરીઓ ઘણી વાર આવી બાબતમાં ભૂલો કરે છે. છોકરીઓ હંમેશાં તેના જીવનસાથી પાસેથી વધારે પડતી માંગણી કરે છે અને અમુક શરતો તેના પ્રેમની સામે પણ રાખે છે. આને કારણે પુરુષો તેમના સંબંધોમાં કંટાળા અને હતાશા અનુભવે છે.

વખાણ :- પુરુષોની પણ ઈચ્છા હોય છે કે તેમના જીવનસાથી તેમની પ્રશંસા કરે. એના વખાણ કરે.. સે@ક્સ કરતી વખતે એમની નજીક જઈને એના વખાણ કરે. જો કે તે આ બાબત ક્યારેય વ્યક્ત કરતાં નથી. પુરુષો ક્યારેય એમના મોઢે નથી બોલતા કે દેખાવા દેતા.

ભલે તે સ્ત્રીઓની જેમ હંમેશા તેમની પ્રશંસા સાંભળવા માંગતા ન હોય, પરંતુ તે તેની ઇચ્છા હોય છે કે તેના જીવનસાથી માટે તેમણે કરેલ કાર્યો વિશે તો એના જીવનસાથી તેમનું કામ ધ્યાનથી જુએ અને તેની પ્રશંસા કરે. તેમને નાનો આભાર વ્યક્ત કરવો અથવા તો એક નાનકડી પ્રશંસા ખુબ જ ગમે છે.

માન આપવું :- પુરુષો પ્રેમના રૂપમાં માં સમ્માન અનુભવે છે. દરેક પુરુષની ઇચ્છા હોય છે કે તેનો જીવનસાથી જીવનમાં લીધેલા એમના દરેક નિર્ણયોનો આદર કરે અને તેને સમજે તેમજ એને સમર્થન આપે. બની શકે છે કે તે તેની કારકિર્દી માટે કોઈ અલગ રસ્તો પસંદ કરવાનું એને ગમતું હોય.

ભલે દુનિયા તેનો વિરોધ કરે, પરંતુ તેમના જીવનસાથી તેમને સમજે અને તેમના નિર્ણયોનો આદર કરે એટલું ઇચ્છતા હોય છે. જો તે નહીં થાય તો માણસ માટે તે સંબંધમાં રહેવું વધારે મુશ્કેલ બની જાય છે.

જાતીય જોડાણ :- સ્ત્રી અને પુરુષ બંને સાથે જોડાયેલી લાગણી દર્શાવવાની એક અલગ જ રીત હોય છે.  જ્યારે મૌખિક સંદેશા વ્યવહાર દ્વારા મહિલાઓ તેમના ભાગીદારો સાથે વધુ સારી રીતે જોડાય શકે છે, ત્યારે પુરુષો સે@ક્સ દ્વારા વધારે સારી રીતે જોડાયેલા હોય છે. કદાચ આ જ કારણ છે કે તે ભાવનાત્મક આત્મીયતાની સાથે સાથે ભાગીદારની ભાવનાત્મકની પણ ઈચ્છા રાખતા હોય છે.