તંદુરસ્ત રહેવા માટે દરેક લોકો ઘણી મહેનત કરે છે. ઘણા લોકો કસરત કરીને એમનું સ્વાસ્થ્ય સ્વસ્થ રાખે છે. તો અમુક લોકો ખાવામાં અમુક ફેરફાર કરે છે. પરંતુ આજે અમે તમને એવી પાંચ વસ્તુ વિશે જણાવીશું જેનું રાત્રે પલાળીને સવારે ખાલી પેટ સેવન કરવામાં આવે તો શરીરમાં ક્યારેય પણ રોગ થતા નથી, અને સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
સવારેના સમયે ભૂખ્યા પેટે ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે. આ વસ્તુઓ સવારે ખાલી પેટ ખાવાથી આશ્ચર્યજનક ફાયદા મળશે, દરરોજ પલાળેલી આ વસ્તુઓ ખાવાથી, તમે આરોગ્યને લગતા ઘણા આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો, ચાલો જાણીએ, આરોગ્યને સ્વસ્થ રાખવા રાત્રે પલાળેલી કેટલીક વસ્તુઓ ખાલી પેટે ખાવી અસરકારક છે
મેથી :- મેથીના દાણામાં ફાઇબરની ભરપૂર માત્ર હોવાને કારણે ડાયાબિટીસના રોગો માટે ઘણા ગુણકારી હોય છે. રાત્રે સુદ્ધ પાણીમાં થોડા મેથીના દાણા પલાળી દો અને સવારે સવારે આ દાણાનું સેવન ખાલી પેટ કરવું. તમે ઈચ્છો તો એક દિવસ છોડીને એકદિવસે પણ મેથીના દાણાનું સેવન કરી શકો છો.
અળસી :- ઔષધીય ગુણધર્મોથી ભરપૂર અળસીના બીજની ૧ ચમચી આરોગ્ય માટે કોઈ વરદાન કરતાં ઓછી નથી. તમારે તેને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવા જોઈએ. તે ઓમેગા -3, ફેટી એસિડ ઉપરાંત પુષ્કળ માત્રમાં ફાઇબર, એન્ટીઓકિસડન્ટ્સ, વિટામિન બી, લોહતત્વ અને પ્રોટીન પણ મળી આવે છે. વજન ઘટવાની સાથે, દરરોજ તેનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે.
દ્રાક્ષ :- દ્રાક્ષમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયરન વધુ માત્રામાં હોય છે. જો રોજ દ્રાક્ષ ખાવામાં આવે તો શરીરને ઘણા રોગથી છુટકારો મળે છે. એટલું જ નહિ પણ સવારે દ્રાક્ષ ખાવાથી ત્વચા પર પણ સારી અસર પડે છે અને ત્વચામાં ચમક બની રહે છે. તેમજ દ્રાક્ષ ખાવાથી એનીમિયાની સમસ્યા પણ દુર થઇ જાય છે.
અંજીર :- આ માટે તમારે દરરોજ રાત્રે ૧ અંજીરને પાણીમાં પલાળીને સવારે ખાવાનું હોય છે. અંજીરમાં વિટામિન એ, બી -1, બી -2, કેલ્શિયમ, લોહતત્વ, ફોસ્ફરસ, મેંગેનીઝ, સોડિયમ, પોટેશિયમ, ફાઈબર વગેરે ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ફ્લેવોનોઈડ્સ અને પોલિફિનોલ પણ હોય છે, જે એન્ટીઓકિસડન્ટો છે અને ફ્રી રેડિકલથી થતા નુકસાનને અટકાવે છે. જો તમે ઘરે બેઠા બેઠા સસ્તી કિંમતે સારી ગુણવત્તાના અંજીર મેળવવા માંગતા હો, તો તમે તેને અહીંથી ૫૫૫ રૂપિયામાં ડિસ્કાઉન્ટ દરે સરળતાથી ખરીદી શકો છો.
બદામ :- દરરોજ ૫ પલાળેલી બદામ ખાવાથી મન તીક્ષ્ણ બને છે એ વાત તો તમે ઘણી વાર સાંભળી હશે. પરંતુ શું તમે જાણો છો કે તેમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે જે હાઈ બીપીના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે, ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નિયમિત પલાળેલી બદામ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે. વળી, ભીની બદામ વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક છે.