રીંગણનો શાકભાજી ઉપરાંત આવા કામમાં પણ કરી શકાય છે ઉપયોગ, એના ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ..

સ્વાસ્થ્ય

આમ તો રીંગણ એક પ્રકારની શાકભાજી છે, જેની લોકો અલગ-અલગ પ્રકારની વાનગી બનાવે છે. જેમકે રીંગણા બટેટા નું શાક, રીંગણા નો ઓળો, રીંગણાં ના પકોડા અને અન્ય ઘણા બધા શાકમાં પણ રીંગણા નો ઉપયોગ થાય છે. આમ તો જોકે રીંગણ બારે માહિના મળે છે, પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ તે શિયાળામાં વધુ ગુણકારક અને હિતાવહ છે.

રીંગણના ઘણા ગુણધર્મો પણ છે. લઘુ, રૂક્ષ, તીક્ષ્ણ, મધુર, ઉષ્ણ, કિંચિત પિત્તજનક રુચિ ઉત્પન્ન કરનાર, ભૂખ લગાડનાર, યકૃતના કાર્યને ઉત્તેજનાર યકૃતના રોગો મટાડનાર, હૃદયને બળ આપનાર, મળને સરકાવનારા, મૂત્રલ, વેદનાસ્થાપન વગેરે રોગોમાં રીંગણ ખૂબ જ પથ્ય આહાર અને સહાયક ઔષધ માનવામાં આવે છે. આજે અમે તમને એના અમુક ફાયદા જણાવીશું…

યાદશક્તિ તેજ કરવા માટે :- જો તમારે તમારી યાદશક્તિ તેજ કરવી હોય તો ખોરાકમાં રીંગણનો જરૂર ઉપયોગ કરવો રીંગણ માં ઘણા બધા પોષક તત્વો હોય છે જે સેલ મેમ્બર ને નુકસાન થવાથી બચાવે છે એટલે કે મગજને નુકશાન થતું નથી અને એક સંદેશ વાહક ની રીતે કામ કરે છે. જેનાથી યાદશક્તિ ખુબ જ સારી બને છે.

વજન માં ઘટાડો કરવા માટે રીંગણ ઉપયોગી :- જો તમારું વજન વધારે હોય અને તમે તેને ઓછો કરવાના પ્રયાસ કરતા હોય તો ખોરાકમાં રીંગણની જરૂરથી ઉપયોગ કરવો જોઈએ તે ખૂબ જ ફાયદાકારક છે વાસ્તવમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે અને ફાઇબર ભરપૂર હોય છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.
રીંગણ માં વધારે

ઉંમરને ઓછી બતાવવા માટે રીંગણ છે ખુબ જ ઉપયોગી :- દરેક મહિલા પોતાની ઉંમર ઓછી દેખાડવા માંગતી હોય છે તો રીંગણ ની મદદથી તે પોતાની ઉંમર ઓછી કરી શકે છે, રીંગણમાં અનેક ઇંથોકાયનીન હોય છે જે એન્ટિઓક્સિડન્ટ એન્જિન એજન્ટ ના રૂપમાં કાર્ય કરે છે. જેથી ત્વચા ખુબ જ યુવાન બની રહે છે.

દાંતના દુખાવા માટે રીંગણ :- રીંગણ ના ઉપયોગથી દાંતનો દુખાવો ઓછો થઈ જાય છે તે સિવાય દાંત માં આરામ મળે છે અને તેની જળ ના ઉપયોગથી અસ્થમા પણ રોકી શકાય છે.

વાળ ખરતા હોય તેના માટે ખાસ :- ઘણા લોકો વાળની સમસ્યા માટે દવા કરે છે પરંતુ કોઈ ફરક પડતો નથી. જો તમારા વાળ ખરતા હોય અને તેને રોકવા હોય તો કોઇ મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરવો નહીં પરંતુ તમારે રીંગણને ઉપયોગ કરવાથી