શું રિલેશનશિપમાં તમારો પાર્ટનર કરે છે આવું? તો જરૂર જાણો..

સહિયર

ઘણી વાર રિલેશનશિપ  દરમિયાન બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવતી હોય છે. બંને પાત્રો વચ્ચે કોઈ વાતને લઈને વધુ પડતી ખેંચ તાંણ થતાં વાત બ્રેકઅપ સુધી આવી જતી હોય છે. શું તમને પણ એવું લાગે છે કે એકબાજુ તમે તમારા પાર્ટનર સાથેના રિલેશનશિપને આગળ વધારવાનું વિચારી રહ્યા હોય તો તમારો કે તમારી પાર્ટનર વચ્ચે આ મુદ્દાને લઇને તમને પણ એવું અનુભવાતું હોય કે તમારી સરખામણીમાં તમારો પાર્ટનર તમારી રિલેશનશિપને લઇને બેદરકાર રહે છે?

આ વિશે તમારા માટે ચિંતાની વાત છે. પરંતુ આ વાત એકદમ સાચી છે એવું પણ નથી, કારણ કે મોટાભાગે છોકરાઓ આવા કિસ્સામાં સમય લેતા હોય છે. જો તમને પણ તમારા પાર્ટનરના ઇરાદા કે ઈશારા પર શંકા હોય કે તે તમારા રિલેશનશિપને લઇને ગંભીર નથી અથવા તમને તેમનો વ્યવહાર સમજમાં આવતો નથી, તો આ ચાર લક્ષણોથી તેના મનમાં ચાલી રહેલી વાતનો અંદાજો લગાવી શકાય છે..

તમારા બંને સિવાય કોઇ ત્રીજાને તમારા બંને વચ્ચેની વાત વિશે જાણકારી ન હોવી જોઈએ :- જો તમારી બંને વચ્ચેનો સંબંધ ખરેખર એકદમ ગંભીર છે તો તમારા પાર્ટનરે ચોક્કસપણે એમના પરિવારજનો અને મિત્રો સાથે મુલાકાત કરાવી હશે. પરંતુ જો તમારા પાર્ટનર તમને હજુ સુધી કોઈ સાથે મુલાકાત નથી કરાવી તો કોઇ ગડબડ હોઇ શકે છે. જો તે તમને એના મિત્રો કે પરિવાર સામે દોસ્ત તરીકે જ લોકો સાથે મુલાકાત કરાવતા હોય તો એવામાં તમારા માટે જરૂરી છે કે તમારે સાવચેત થઇ જવું જોઈએ.

શું તમારો પાર્ટનર પણ તમને કહ્યા વગર ક્યાંય ગાયબ થઇ જાય છે :- જ્યારે પણ તમે કોઈ જગ્યા પર ફરવા માટે જવાની યોજના બનાવતા હોય તો શું તમારો પાર્ટનર પણ તમને એની જોડે જઈ ન શકવાના કારણો જણાવે છે? શું તમારા અમુક મેસેજ કર્યા પછી પણ તે તમને જવાબ આપતો નથી? અથવા તો તમારા ફોન કોલનો તે એક કે બે દિવસ પછી જ જવાબ આપે છે?

પરંતુ આ પરિસ્થિતિ થોડી ચિંતાજનક હોઇ શકે છે. શું તમારી સાથે પણ આવુ બને છે કે તમારો પાર્ટનર એકાએક તમારા પ્રત્યે ભાવુક થઇ જાય છે અને કોઇ દિવસ અચાનકથી જ તમને કહ્યા વિના ગાયબ થઇ જાય છે? જો તમારા રિલેશનમાં પણ આવું કંઇ ચાલી રહ્યુ હોય તો તમારે પણ સાવચેત રહેવાની જરૂર છે.

તમારા પાર્ટનરને કોઇ સાર્વજનિક જગ્યા પર મુલાકાત કરવાથી થાય સંકોચ :- ઘણી વાર એવું બનતું હોય છે કે તમારો પાર્ટનર તમારા ઘરે મુલાકાત કરવા માટે તુરંત જ તૈયાર થઇ જાય છે, પરંતુ જ્યારે કોઇ હોટલ કે સાર્વજનિક જગ્યા પર મુલાકાત કરવાની વાત આવે ત્યારે તે ગુસ્સે થઇ જાય છે? તો સમજી જવું કે તમારો પાર્ટનર આ રિલેશનશીપને લઇને ગંભીર નથી.

ભવિષ્યની યોજના પર વાત કરવાથી પણ સંકોચ થાય :- જ્યારે બે વ્યક્તિ ખરા હૃદયથી કોઇ રિલેશનશીપમાં જોડાય છે અને તેઓ એ રિલેશનશિપને આગળ લઇ જવાની વાત કરી રહ્યા હોય તો તેની પાસે ભવિષ્યની યોજનાઓને લઇને ઘણા પ્રકારની વાતો અને વિચાર આવે છે. પરંતુ જો તમારા પાર્ટનર ભવિષ્યની યોજનાને લઇને તમારી સાથે વાત કરવામાં પણ રસ દાખવતા નથી તો સમજી જવું કે તેનાથી અલગ થઇ જવામાં જ તમારી ભલાઇ છે.