પાણી પીવું એ આપણા શરીર માટે ખુબજ જરૂરી છે, જળ એ જીવન છે અને પાણી વગર જીવન જીવું એ શકય નથી. આવું ફક્ત આપણા વડીલો જ નથી કેહતા પણ ડોક્ટરો પણ કહે છે. પાણી આપણાં પાચન તંત્ર માટે પણ ઉપયોગી છે. પાણી માનવ જીવન માટે અમૂલ્ય છે.
પરંતુ શું તમે એ જાણો છો કે જયારે આપણે રાતે સુતા પહેલા એક ગ્લાસ પાણી પીએ છીએ, તો આમ કરવાથી આપણને શું ફાયદા થાય છે? કદાચ આ વિષયમાં ઘણા ઓછા લોકો જાણતા હશે. પણ જો તમે જાણી લેશો તો તે વિષે જાણીને તમે ચકિત રહી જશો.
તમને જણાવી દઈએ કે આયુર્વેદમાં અલગ અલગ સમયે પાણી પીવા વિષે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. મનુષ્ય ના શરીર મા કુલ ૭૦ ટકા પાણી છે, સમયાન્તરે યોગ્ય પ્રમાણ મા પાણી નુ સેવન કરવાથી માનવ શરીર ઘણા રોગો થી બચી શકે છે અને માનવ શરીર ના બધા અંગો સારી રીતે કાર્યરત રહે છે,
સુતા પહેલા પાણી પીવાના ફાયદા : જો આપણે રાતે પાણીને છેલ્લા પીણાના રૂપમાં પી લઈએ તો તે આખી રાત આપણી નસોની સફાઈ કરે છે. જેથી સવારે શૌચ પણ સારી રીતે થાય છે, અને તે શરીરમાં થનારી એસીડીટીની સમસ્યાથી પણ બચાવે છે.
આરામદાયક ઊંઘ માટે: અમે તમને જણાવી દઈએ કે રાતે સુતા પહેલા પાણી પીવાથી આપણો બધો થાક દૂર થઇ જાય છે અને આપણને ઉંધ પણ સારી આવે છે. પરંતુ ધ્યાન રાખજો કે સુતા સમયે વધારે પાણી નહિ પીવું જોઈએ..
મગજ રહે છે શાંત: રાત્રે પાણી પીવાથી આપણા આખા દિવસનો થાક દૂર થઈ જાય છે. પરંતુ જયારે આપણે દિવસ દરમ્યાન કોઈ ટેન્શનમાં હોઈએ છીએ, તો આપણે એક ગ્લાસ પાણી લઈને બેસીને પાણી પીવું જોઈએ. તેનાથી આપણું મગજ શાંત થાય છે, અને ટેન્શન પણ દૂર થઈ જાય છે.
હદય રોગ માટે: રાતે સુતા સમયે એક ગ્લાસ પાણી પીવું હદયના રોગ માટે ઘણું ફાયદાકારક હોય છે. જયારે પણ આપણે રાત્રે પાણી પિતા રહીએ તો હદય સાથે જોડાયેલી બીમારીઓનો ભય ઓછો રહે છે. કારણ કે આનાથી રક્ત સંચારણ સારી રીતે થાય છે, જેનાથી આપણું હૃદય સારી રીતે કામ કરે છે.
આપણું રક્ત સંચાર સારી રીતે કામ કરે, તો હાર્ટ અટેક જેવી સમસ્યાનો સામનો નહિ કરવો પડે. એક રિસર્ચ અનુસાર રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણી પીવા વાળા લોકોમાં રાત્રે હાર્ટ અટેક આવવાની સંભાવના ઘણી ઓછી થાય છે.
પાચનતંત્ર માટે: તમને જણાવી દઈએ કે રાત્રે સુતા પહેલા પાણી પીવાથી આપણું પેટ સાફ રહે છે, જેના કારણે આપણું પાચન તંત્ર વ્યવસ્થિત રીતે કામ કામ કરે છે. અને એનાથી આપણને પેટ સાથે સંબંધિત બીમારીઓ માંથી મુક્તિ મળે છે.