દરરોજ ગ્રહો ની સ્થિતિ મુજબ તેમના થી જોડાયેલા જાતકો માં ઘટિત થનારી સ્થિતિઓ અલગ અલગ હોય છે. કોઈ પણ માણસના જીવનમાં હંમેશા સુખ અને હંમેશા દુખ ટકતું નથી. જીવનમાં સુખ દુખ આવતા રહે છે. ગ્રહો માં થતાં પરીવર્તન ના કારણે રાશિના જાતકોના જીવન માં સુખ અને દુખ આવતું હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓ જણાવામાં આવેલી છે. દરેક રાશિમાં એવી અમુક વાતો હોય છે જે તેઓને બધાથી અલગ બનાવે છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.
મેષ રાશિ :- આ રાશિ ના જાતકો ના જીવનમાં કોઈ એવા પ્રતિષ્ઠિત લોકોનું આગમન થવાનું છે જેને લીધે તેઓનો નફો બે ગણો થઇ જાશે. પ્રયત્નો સફળ થશે, જોખમ લેવાની હિંમત કરી શકશે, નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે.
વૃષભ રાશિ :- આ સમય નવો બિઝનેસ શરૂ કરવા માટેનો બેસ્ટ સમય છે. દૂરથી સારા સમાચાર પ્રાપ્ત થશે, આત્મવિશ્વાસ વધશે, ધંધામાં નવા સબંધોમાં નિરાશા જણાશે. નોકરીમાં નવી તકો મળશે. ક્રોધ અને ઉત્તેજનાને નિયંત્રણમાં રાખો.
મિથુન રાશિ :- મિત્રો અને પરિવાર સાથે આનંદ માણવાની ઘણી તકો મળશે. પૈસાની ખોટ થવાની સંભાવના છે, બેદરકારી ન રાખશો, ભાવનાને નિયંત્રણમાં રાખો, નોકરીમાં અપેક્ષાઓ વધશે.
કર્ક રાશિ :- આ રાશિના લોકોને ખુશખબર મળવાની છે. શત્રુ સક્રિય રહેશે, વાણીમાં હળવા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો, અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે.
સિંહ રાશિ :- નવા કરેલા કાર્યો ફળદાઇ બનશે. નોકરી બાબતે સારા સમાચાર મળશે. પરિવારની ચિંતા રહેશે, લેણદેણમાં ઉતાવળ ન કરવી, શારીરિક તકલીફ શક્ય છે.
કન્યા રાશિ :- કામમાં નિરાશાનો અનુભવ થશે. સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે. મનોરંજક પ્રવાસનું આયોજન થઈ શકે છે, વિદ્યાર્થી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશે, કોઈપણ અનપેક્ષિત ઘટના શક્ય છે.
તુલા રાશિ :- ધંધાકીય યાત્રા સફળ રહેશે, પરિવારમાં કોઈ વાતને લઈને મતભેદ થઇ શકે છે. માનસિક તનાવ રહેવાની સંભાવના છે. ઘરની બહાર ખુશીઓ રહેશે. થાક અને નબળાઇ થઇ શકે છે.
વૃશ્ચિક રાશિ :- પરિવારમાં કોઈ વાતને લઈને મતભેદ થઇ શકે છે. લાંબી બિમારી બહાર આવી શકે છે, વાહનો, મશીનરી ઉપયોગમાં બેદરકારી દાખવશો નહીં. મહત્વપૂર્ણ નિર્ણયો ટાળો.
ધનુ રાશિ :- આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે. વડીલોના સ્વાસ્થ્ય માટે ચિંતા રહેશે, ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે. કોઈ સમસ્યા, ઉભી થઈ શકે છે, મનમાં ડર અનુભવાય.
મકર રાશિ :- વિવાહિત જીવનમાં આનંદ મળશે, કોર્ટ અને કચેરીઓમાં કામ અટકે, આવકના નવા સ્ત્રોત મળી શકે છે. ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે. પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.
કુંભ રાશિ :- પ્રમોશનના પ્રયત્નો સફળ થશે,વ્યવસાયિક યાત્રાનું આયોજન,રોજગાર મેળવવાના પ્રયત્નો સફળ થશે, કોઈ મોટી સમસ્યા હલ થઈ શકે છે.
મીન રાશિ :- ભાગ્યબળથી અધુરા કામ પુરા થશે. રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે. આરોગ્ય નબળું રહેશે,આશા અને નિરાશાની લાગણી રહેશે,વેપાર સારો રહેશે.