ધાર્મિક

શું તમે જાણો છો કે રાંદલ માં ના લોટા તેડવા પાછળ છે એક મોટો ઈતિહાસ.. જરૂર જાણો શા માટે તેડવામાં આવે છે…?

Advertisement

શાસ્ત્રોમાં દેવીઓ વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે. એવા જ એક દેવી માં વિશે ઘણું મહત્વ માનવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ રાંદલ માં વિશે. રાંદલ માં એક હિન્દુ દેવી અને કુળદેવી પણ છે, જેનું મુખ્ય મંદિર દાદ્વામાં છે.

“લિપ્યું ને ગુપ્યું મારું આંગણું, પગલીનો પાડનાર દ્યો ને રન્નાદે મા, વાંઝિયામેણા રે માડી દોહ્યલાં રે,..” આ ગીતમાં સૂર્ય પત્ની રન્નાદેનો ખુબ જ મહિમા કરવામાં આવ્યો છે. રન્નાદેમા સંતાન સુખ આપનારી માતા તરીકે પૂજવામાં આવે છે. રન્નાદે માતાને રાંદલ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. લગભગ દરેક લોકો રાંદલ માં તરીકે જ જાણતા હશે. આ રાંદલમાં એટલે ભગવાન વિશ્વકર્માના પુત્રી.

Advertisement

રાંદલ માતાજી વિશ્વકર્મા ભગવાન ને ત્યાં પુત્રી રૂપે અવતાર ધર્યો હતો. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમની પ્રીતિ સૂર્યનારાયણ તરફ વળવા લાગી. રાંદલમા એ સીધા જ પિતા પાસે જઈ અને સૂર્યનારાયણ દેવ સાથે તેમના વિવાહની ઈચ્છા પ્રગટ કરી, પરંતુ પિતા વિશ્વકર્માએ તેમના પ્રસ્તાવને નકાર્યો.

એકવાર રાંદલ માતાજીની માતા ભગવાન સૂર્યનારાયણના ઘરે માટીની બનેલ પાત્ર ઉધાર લેવા ગયા. ભગવાન સૂર્યનારાયણની માતાએ એવી શરતે પાત્ર આપ્યું કે તે તૂટે નહીં, જો તૂટે તો તે ભગવાન સૂર્યનારાયણ માટે તેમની પુત્રી સાથે વિવાહ કરશે. ત્યારબાદ સૂર્ય નારાયણે પોતે યુક્તિપૂર્વક રસ્તામાં માટીનું પાત્ર ખંડિત કર્યું અને રાંદલ માતા સૂર્યનારાયણના પત્ની બન્યા.

Advertisement

શ્રી રાંદલ માતાની બીજી મહત્વની ઓળખાણ એવી છે કે તેઓ મૃત્યુના દેવતા યમરાજા અને યમુનાજીના માતાજી પણ છે. અશ્વિનીકુમારો તેમનાં પુત્રો છે. આપણા દેશમાં રાંદલ દેવીનો ખુબ જ મહિમા ગણવામાં આવ્યો છે. જોકે ભારત વર્ષમાં નારીશક્તિને જ શક્તિસ્વરૂપા અને દેવી સ્વરૂપા કહેવામાં આવે છે. પરંતુ કુટુંબ વત્સલ ભારતની જનતા સંતાનમાં તેમનું સર્વ સુખ શોધતી હોવાને કારણે સંતાનસુખ આપતા રાંદલ માં નો મહિમા એકદમ અલગ જ છે. આપણે ત્યાં શુભ પ્રસંગો હોય ત્યારે રાંદલના લોટા તેડવાનો રિવાજ છે. ચાલો જાણી લઈએ શા માટે આ રિવાજ પડયો?

રાંદલ માં ના લોટા પાછળ પણ એક મોટું રહસ્ય છે. સૂર્યના પ્રખર તેજ ને કારણે રાંદલ માં પતિના મુખ તરફ જોઈ શકતા ન હતા, પરંતુ સૂર્ય ભગવાનને થોડું સમજવા ફરક થયું કે રાંદલમાં તેમના સ્વરૂપને કારણે અભિમાનથી પતિની ઉપેક્ષા કરી રહ્યા છે. એટલે તેમણે રાંદલ માં ને શ્રાપ આપી દીધો.

Advertisement

રાંદલ માં એ પોતાની છાયાનું સર્જન કર્યું અને પોતાનું છાયાનું સ્વરૂપ સૂર્યની સેવામાં મૂકી પોતે પિતૃગૃહે જવા માટે પ્રયાણ કર્યો. પતિનું ઘર છોડીને આવેલી પુત્રીને પિતાએ પણ ન રાખ્યા અને રાંદલ માં જંગલમાં 14 હજાર વર્ષ સુધી તપ કરીને રહ્યા. પછી સૂર્ય ભગવાન રાંદલ માં સુધી પહોંચ્યા અને પછી તેમણે સત્ય જાણીને પછી  રાંદલ માંને સ્વીકાર્યા.

રાંદલ માંનું છાયા સ્વરૂપે આટલા વર્ષો સૂર્ય ભગવાનની સેવા કરીને તે માટે આશીર્વાદ માંગ્યા, અને રાંદલ માં એ તેમને વચન આપ્યું કે જ્યારે પણ હિન્દુ ધર્મમાં  શુભ પ્રસંગે તેમની પધરામણી થશે ત્યારે રાંદલમાં તેમના છાયા સ્વરૂપને પણ હંમેશા સાથે રાખશે, એટલા માટે આપણે મૂર્તિમાં રાંદલ માં ના બે સ્વરૂપ જોઈએ છીએ.

Advertisement

એ પછી ભગવાન સૂર્યનારાયણે પણ વચન આપ્યું હતું કે જ્યારે કોઈ રાંદલ માં ના લોટા તેડશે, ત્યારે સૂર્યનારાયણે ઘોડા સ્વરૂપે ત્યાં હાજર રહેશે અને જ્યાં સુધી ઘોડો ખુંદવાનું કાર્ય સમાપ્ત નહીં થાય, ત્યાં સુધી રાંદલ માતાનો પ્રસંગ અધૂરો જ રહેશે. એટલે આપણે ત્યાં રાંદલમાં તેડાવી એ છીએ, ત્યારે ગરબા ગાઈને પછી ઘોડા કુદવાનો પણ રિવાજ છે તેમજ રાંદલ સાથે જાગ તેડાવાનો પણ રિવાજ છે. જેમાં સૂર્યની વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે.

રાંદલમા પૃથ્વી પર કેવી રીતે થયા પ્રગટ? :- રાંદલ માં ની ઉત્પત્તિની વાત પણ ખુબ જ રોચક છે. પૃથ્વી પર વધેલા અધર્મને જોઈને ચિંતિત સૂર્યનારાયણ ભગવાને રાંદલ માં ને મૃત્યુલોકમાં જઈને અધર્મિ થયેલાં મનુષ્યને સતમાર્ગે વાળવાનું કામ સોંપ્યું અને રાંદલ માં નાની બાળા સ્વરૂપે ગુજરાતના કચ્છના રણમાં આવ્યા. એ સમયે ગુજરાતમાં ખુબ જ દુષ્કાળ પડ્યો હતો, પરંતુ આ બાળકીના આવવાથી સારામાં સારો વરસાદ શરુ થયો હતો.

Advertisement

આ બાળકીના આગમનને લોકોએ ખુબ જ સારી રીતે વધાવ્યું, તેના પગલા શુકનવંતા માન્યા અને પોતાની સાથે બાળકીને રાખીને તેને ઉછેરવા લાગ્યા. જે બાળકી રણમાંથી મળી આવી હતી, એટલા માટે તેનું નામ રાંદલ રાખવામાં આવ્યું. રાંદલના આગમનથી ગામની કાયાપલટ થવા લાગી. અપંગ, દીન- દુખિયા અને રોગી લોકો રાંદલના આશીર્વાદ મેળવી સાજા થવા લાગ્યા હતા. રાંદલ માં યુવાનીમાં પ્રવેશ્યા પછી જ તેમની સુંદરતા અને તેમના કાર્યની ખ્યાતિ ખુબ જ પ્રસરવા લાગી.

રાંદલ માં પર કોઈ એક ગામના રાજાના સિપાહીઓની દૃષ્ટી પડી, અને એની સુંદરતાના વખાણ તેમણે રાજા સામે કર્યા અને રાજાના મનમાં રાંદલમાને પામવાની ભાવના ઉત્પન્ન થઈ. તેણે રાંદલ માં ના ગામ પર ચડાઈ કરી, પરંતુ રાંદલ માં ના પ્રખર તેજે ઉભા કરેલા ધૂળના વંટોળમાં રાજાનું સૈન્ય નાશ પામ્યું. એનું નામ હતું દડવા ગામ. દડવા ગામે પ્રજાની વિનંતીને માન આપ્યું અને રાંદલમા ત્યાં સ્થાયી થયાં. વલભીપુરમાં રાંદલ માં ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ત્યાં રાંદલ માતાનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Advertisement

જે રીતે સૂર્યનારાયણ સૃષ્ટિના પિતા માનવામાં આવે છે તે જ રીતે તેમના પત્ની રાંદલ માં પણ જગતની માતા માનવામાં આવે છે અને એટલે જ નારીની માતૃત્વની મંગળ જંખના પરિપૂર્ણ કરવા માટે સૂર્ય પત્ની રાંદલ માંની પૂજા અને અર્ચનાનું ખુબ જ મહત્વ છે. તેમની કૃપા દ્રષ્ટિ મેળવવા લગ્ન અને જનોઈ જેવા પ્રસંગોએ ઘરમાં સૌથી પહેલા રાંદલમાંને માનભેર તેડાવવામાં આવે છે.

રાંદલ માં ના સ્થાપનમાં તાંબાના બે લોટા ઉપર નાળિયેર મૂકી તેને નાદાછેડી બાંધવામાં આવે છે. તેની પર આંખો લગાડી સોનાના ઘરેણાં પહેરાવવામાં આવે છે અને ચૂંદડી ઓઢાડી રાંદલની પ્રતિકૃતિ સર્જવામાં આવે છે. રાંદલ ની પૂજા સમયે યથાશક્તિ નાની બાળકીઓ ને ગોરણી જમાડવાનો પણ રિવાજ છે.

Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

2 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

2 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

2 months ago