બિઝનેસમેન રાજ કુન્દ્રાએ પોતાની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના નામે પાંચ ફ્લેટ ટ્રાન્સફર કર્યા છે. રાજ કુન્દ્રાએ પોતાના બંગલા ‘કિનારા’નો આખો પહેલો માળ પત્ની શિલ્પા શેટ્ટીના નામે આપી દીધો છે, આ પહેલા માળે પાંચ ફ્લેટ સામેલ છે. બિઝનેસમેન રાજ કુન્દ્રાએ પોતાની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના નામે પાંચ ફ્લેટ ટ્રાન્સફર કર્યા છે.
આ ફ્લેટની કિંમત લગભગ 38.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પ્રોપર્ટીની ખરીદી પર નજર રાખતી વેબસાઈટ Zapkey.com દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, રાજ કુન્દ્રાએ પોતાના બંગલા ‘કિનારા’નો આખો ફર્સ્ટ ફ્લોર પત્ની શિલ્પા શેટ્ટીના નામે આપી દીધો છે. આ પહેલા માળે પાંચ ફ્લેટનો સમાવેશ થાય છે.
રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી
નોંધનીય છે કે ગયા વર્ષે રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે બિઝનેસમેન રાજ કુન્દ્રાનું સાચું નામ રિપુ સુદાન કુન્દ્રા છે. તે જ સમયે, રાજે જે પ્રોપર્ટી શિલ્પાના નામે કરી છે, આ કપલ હાલમાં તે જ બંગલામાં રહે છે. રિપોર્ટ અનુસાર, આ કપલનો બંગલો મુંબઈના જુહુ વિસ્તારમાં ગાંધીગ્રામ રોડ પર આવેલો છે, જે 5,995 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે.
શિલ્પાએ રૂ. 1.9 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી
રિપોર્ટ અનુસાર અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ફ્લેટ ટ્રાન્સફર કરવા માટે 1.9 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી છે. આ વ્યવહાર 21મી જાન્યુઆરી 2022ના રોજ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જુહુ વિસ્તારના એક બ્રોકરે જણાવ્યું કે આ ટ્રાન્સફર માર્કેટ વેલ્યુના હિસાબે કરવામાં આવી છે.
આ વિસ્તારમાં આશરે રૂ. 65,000 ચોરસ ફૂટની કિંમત ચાલે છે. શિલ્પા અને રાજનો આ બંગલો બીચ માત્ર 300 મીટરના અંતરે આવેલો છે.