પુષ્પા ફિલ્મ સતત સફળતા પ્રાપ્ત કરી રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી છે. આ ફિલ્મે 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. એટલું જ નહીં પરંતુ આ ફિલ્મ હિન્દી ભાષામાં પણ ખૂબ કમાણી કરી છે. પુષ્પા ફિલ્મ માટે અલ્લુ અર્જુન ની પ્રથમ પસંદ નહોતા.
પુષ્પાના પાત્ર માટે સૌપ્રથમ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ ને પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ પુષ્પા તેમની ઇમેજ સાથે મેચ કરતી નથી. એ કારણથી એમણે ફિલ્મ માટે ના પાડી દીધી હતી.
જ્યારે ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે પૂજા હેગડે ને કાસ્ટ કરવા માગતા હતા. પરંતુ એ જ સમયે આની તારીખ રાધેશ્યામ ફિલ્મ સાથે ક્લેશ થઇ રહી હતી. જેના કારણે પૂજા એ ફિલ્મ માટે ના પાડી દીધી હતી. ત્યારબાદ આ રોલ રશ્મિકા મંદાનાને ઓફર કરવામાં આવ્યો.