શું બધા પુરૂષોનાં ગુપ્તાંગ શરીરનાં અન્ય ભાગ કરતા વધારે હોય છે કાળા?, જાણો..

સહિયર

ભારત માં ગોરાપણાનો મતલબ સ્વચ્છ, સાફ અને પવિત્ર રહેવું એવું માનવામાં આવે છે. દરેક લોકોને એવું લાગે છે કે કાળું એટલે ગંદુ, અનેક યુવકોને આ ચિંતા સતાવતી હોય છે કે તેમનું ગુપ્તાંગ શરીરના અન્ય ભાગોની સરખામણીએ કાળું કેમ હોય છે.

ઘણા લોકો આના કારણે શોભજનક સ્થિતિ પણ અનુભવે હોય છે. તેઓને એવું થાય છે કે તેઓ પાર્ટનરની નજરમાં વધારે આકર્ષક નહીં રહે. જોકે, એવી કોઈ વાત તમારા મનમાં રહેતી હોય તો અમે તમને જણાવી દઈએ કે ગુપ્તાગ, નિતંબ અને જાંઘ શરીરના અન્ય ભાગો કરતા ઘણા કાળા હોય તો તે સામાન્ય બાબત છે.

ગુપ્તાંગનો રંગ દરેક લોકોને અલગ અલગ હોઈ શકે છે. ભારતીય ગુપ્તાંગોનો સમાન્ય રંગ કાળો જ હોય છે. આ સંપૂર્ણપણે વારસાગત મામલો હોય છે. તમારું શરીર બાકીના ભાગમાં કાળું છે કે ગોરું એને ગુપ્તાંગના રંગ સાથે કોઈ લેવા દેવા નથી. આના માટે શરમ અનુભવવી પણ કઈ જરૂર નથી. તેમજ ગુપ્તાંગનું કાળું હોવું એ સફાઈ ઓછી હોવાની પણ કોઈ નિશાની નથી.

હા બૉલિવૂડના અભિનેતાઓ અને પોર્ન ફિલ્મો સાથે જોડાયેલા લોકોના ગુપ્તાંગ સાફ હોય છે, જેનું એક કારણ એ પણ હોય છે કે તેઓ સંભવત: મેકઅપનો જ વધારે પ્રયોગ કરે છે અને ફૉટોશોપ અને સોફ્ટવેરના એડિટીંગ દ્વારા તેને આકર્ષક બનાવવામાં આવે છે. વધારે તે વારસાગત રીતે ગોરા રંગનું પણ હોઈ શકે છે.

યોની અને ગુપ્તાંગને ચમકાવવાની કૉઝ્મેટિક પ્રક્રિયાનું ભારતમાં સૌથી વધારે ચલણ ચાલી રહ્યું છે. જેમાં પ્રજનન અંગોના બ્લિચીંગ નો સમાવેશ પણ કરવામાં આવે છે. લોકો કષ્ટદાયક ચિકિત્સાથી લઈને અમુક લોકપ્રિય ક્રિમ, લોશન વગેરેનો ઉપયોગ પણ કરતા હોય છે, જેનાથી તે પોતાના પ્રજનન અંગોને ચમકાવવા પાછળ પડ્યા હોય છે. પરંતુ આની કોઈ જરૂરિયાત નથી.

પ્રજનન અંગોમાં આવો પ્રયોગ આગળ જઈને નુકસાનકારક પણ થઈ શકે છે. ત્યા નાની નાની ફોલ્લીઓ થઈ શકે છે, ચામડીનો રંગ લાલાશ થઈ શકે છે અથવા તો ત્યા કાયમ માટેનો ડાઘ પણ રહી જાય તેવું બની શકે છે. પોતાની ચામડીને ક્રિમ અને લોશન દ્વારા ચમકાવવાની ભૂલ ક્યારેય ન કરવી, તે માનસિકતા રંગભેદ અને નસ્લવાદની પણ નિશાની છે.

આ ઉપરાંત તમારે પોતાના શરીરમાં અનેક પ્રકારના રંગોની ચામડીની કુદરતી દેણ સમજવું જોઈએ અને એને નજરઅંદાજ કર્યા વગર જ સં@ભોગનો આનંદ લેવો જોઈેએ. ભારતમાં ગુપ્તાંગોના રંગ કાળો હોવો એ એકદમ સામાન્ય બાબત છે. પોતાના ભારતીય હોવા પર ગર્વ કરવો જોઈએ.