વ્યસ્ત જીવનશૈલીના કારણે શરીરમા અવારનવાર નબળાઇ ની સમસ્યાઓ થતી હોય છે. જેના કારણે તમે અનેકવિધ પ્રકારની બીમારીઓ થાય છે. ઘણા પુરુષો જાતીય સમસ્યાથી પરેશાન હોય છે. શારીરિક નબળાઇ ને કારણે પણ આ સમસ્યા લોકો ને પરેશાન કરી શકે છે. આજે અમે તમને એક એવા ફળ વિશે જણાવીશું જેનું સેવન કરવાથી શરીરમાં શક્તિ આવે છે, તો ચાલો જાણી લઈએ એ ફળ વિશે..
સામાન્ય રીતે ફળ ઘણા પ્રકારના આવે છે. દરેક પ્રકારના ફળ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. ફળ શરીર ને હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. સાથે જ તે બીમારી થવાથી પણ આપણને બચાવે છે. ઘણી વાર ડોક્ટર પણ ફળ ખાવાની સલાહ આપે છે. પ્રત્યેક વ્યક્તિ ને ઋતુ ના હિસાબે ફળો નું સેવન જરૂર થી કરવું જોઈએ. અમે તમને જણાવી દઈએ કે એવું કરવાથી તમારા શરીરમાં ક્યારેય પણ કમજોરી આવશે નહિ.
આ ફળ નું નામ ગુંદા છે. ગુંદામાં ભરપુર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. ગુંદા દેખાવે ગોળ હોય છે અને તેનો આકાર સોપારી જેવો હોય છે. કાચા ગુંદાનું શાક અને અથાણું પણ બનાવી શકાય છે. પાકેલા ગુંદા ખુબજ મીઠા હોય છે અને તેની અંદર ગુંદર જેવું ચીકણું પ્રવાહી હોય છે.
આ ગુંદા મધ્ય ભારતના વન માં થાય છે. તેનું એક વિશાળ વૃક્ષ હોય છે અને તેના પાન પણ ચીકાશવાળા હોય છે. આપણા દેશમા ગુંદા નામે જાણીતુ આ ફળ એ આશરે બધા વ્યક્તિઓને ખુબ જ પસંદ આવતુ હોય છે. આ વસ્તુ નુ સેવન કરવાથી શરીરમા પુષ્કળ શક્તિ અને પોષકતત્વો મળી રહે છે અને મગજ પણ તીક્ષ્ણ હોય છે.
આદિવાસીઓ હંમેશા ગુંદાના પાનને કાચા જ ચાવતા હોય છે, તેનું સેવન નિયમિત કરવાથી શરીરમાં ક્યારેય કમજોરી આવતી નથી અને હાડકાની બીમારી પણ દુર થઇ જાય છે. ગુજરાતમાં રહેતા આદિવાસીઓ ગુંદાના ફળને સુકવીને તેનું ચૂર્ણ બનાવે છે અને તેને મેંદા, બેસન અને ઘી સાથે મિક્સ કરીને લાડુ બનાવે છે.
અમે તમને જણાવી દઈએ કે આ લાડુનું સેવન શરીરને તાકાત અને સ્ફૂર્તિ આપે છે. ગુંદા ની છાલનો ઉકાળો અને કપૂરનું મિશ્રણ તૈયાર કરીને સોજા વાળા ભાગ પર લગાવવાથી અને માલીશ કરવાથી ઘણી રાહત મળે છે. આ પેસ્ટ ને ધાધર પર લગાવાથી ધાધર પણ સારી થઇ જાય છે.
આ ફળ એન્ટી ઓક્સીડન્ટ થી ભરેલું હોય છે, જેના કારણે ગુંદા આપણા મગજ ને તેજ કરે છે. ગુંદામાં આયર્ન ની માત્રા ભરપુર પ્રમાણ માં હોય છે. જે આપણા શરીરમાં લોહીની માત્રા ખુબ જ વધારે છે. એટલા માટે જો આ ફળ તમારી આસ પાસ મળી રહેતું હોય તો તેનું સેવન જરૂર કરવું જોઈએ.