પુરુષો માટે કોઈ વરદાનથી ઓછો નથી આ છોડ, ફાયદા જાણીને તમે પણ થઇ જશો આશ્ચર્યચકિત

સ્વાસ્થ્ય

ધતુરો હિંદુ ધર્મમાં શિવજી ભગવાન ઉપર ચડાવવામાં આવતો ઘણો સામાન્ય એવો છોડ છે. ધતુરાના ફળ, ફૂલ અને પાંદડા બધું જ શિવજી ઉપર ચડાવવામાં આવે છે. ધાર્મિક કારણોથી તો પૂજવા લાયક છે જ તેની સાથે સાથે તેનો ઉપયોગ આયુર્વેદમાં ઘણી દવાઓ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે લગભગ એક મીટર સુધી ઉંચો થાય છે. તે કાળા સફેદ બે રંગના હોય છે અને કાળાના ફૂલ લીલા ચકતા વાળા હોય છે. આચાર્ય ચરકએ તેને ‘કનક’ અને સુશ્રુતએ ‘ઉન્મત’ નામથી સંબોધન કરેલ છે.

આયુર્વેદ ગ્રંથોમાં તેને વિષેસ વિભાગમાં મુકવામાં આવેલ છે. ઓછા પ્રમાણમાં તેને જુદા જુદા ભાગોમાં ઉપયોગથી ઘણા રોગો સારા થઇ જાય છે. આયુર્વેદમાં ધતુરાનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. કારણ કે તેમાં હાયસોયનીન અને એટ્રોપિન ઓછી માત્રા માં જોવા મળશે અને સાથે જ  સ્ક્રોપોલેમીન આલ્કલોઇડ્સ પણ હાજર છે. તેથી તેનો ઉપયોગ અનેક રોગોને મટાડવામાં કરવામાં આવે છે. તો ચાલો જાણીએ ધતુરાના ઉપયોગથી આપણને શું ફાયદા થાય છે.

૧. ધતુરાના પાનના રસને આગની ઉપર બનાવીને તે કાનના પાછળનો સોજો ઘટાડવામાં મદદ કરે છે. કાનના દુખાવામાં રાહત માટે તમે બે પાંદડા ગરમ કરીને બે થી ત્રણ ટીપાં કાનમાં લગાવીને કાનનો દુખાવો દૂર કરી શકો છો.

૨. જો તમારી આંખોમાં દુખાવો થઇ રહ્યો છે, તો તમે પાકેલા ધતુરાના પાનનો રસ અને લીંબુના નરમ પાનનો રસ ઉમેરીને તેને નાખીને આંખોના દુખાવામાં રાહત મેળવી શકો છો.

૩ .ધતુરાનો ઉપયોગ માથાની ટાલ દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે. તેના રસને માથા પર લગાવવાથી ન માત્ર ખોડો સમાપ્ત થતો, પરંતુ ટાલ પડવાથી પણ છૂટકારો મળે છે.

૪. નિયમિત રૂપથી ધતૂરાના રસ અને તલના તેલનો માલિશ કરવાથી સાંધાની અને સંધિવા જેવી સમસ્યાઓથી ન માત્ર મોટા પ્રમાણમાં રાહત મળે છે પરંતુ આ રોગને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય છે.

૫. તાવ અથવા કફની સ્થિતિમાં આશરે ૧૨૫-૨૫૦ મિલિગ્રામ ધાતુરાના બીજ મેળવીને બાળીને  રાખ બનાવો અને આ રાખ દર્દીને આપો.  તેનાથી તાવ અથવા કફ દૂર થઈ જશે.

૬. ધતુરાના કોમળ પાંદડા ઉપર તેલ લગાવો અને આગ ઉપર શેકીને બાળકના પેટ ઉપર બંધો તેનાથી બાળકની શરદી દુર થઇ જાય છે.અને ફોડકા ઉપર બાંધવાથી ફોડકા સારા થઇ જાય છે.

૭. ધતુરાનું ચૂર્ણ ૨.૫ ગ્રામના પ્રમાણમાં બનાવીને તેમના અડધી ચમચી ગાયનું ઘી અને મધ ભેળવીને રોજ ચાટવાથી સ્ત્રીઓને જલ્દી ગર્ભધારણ કરવામાં મદદ મળે છે.