પ્રિયંકા ચોપરા આજના સમયમાં બોલિવુડથી લઈને હોલીવુડ સુધી પોતાનો ડંકો વગાડી રહી છે. એક્ટ્રેસ આજે શાનદાર એક્ટિંગના કારણે આખી દુનિયામાં છવાયેલી છે. પણ એક સમય એવો હતો જ્યારે એક્ટ્રેસની અમુક હરકતોના કારણે એમના પિતા ત્રાસી ગયા હતા અને પોતાનાથી દૂર મોકલવાનો નિર્ણય લઈ લીધો હતો
બોલિવુડ ઇન્ડસ્ટ્રીની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એ થોડા થોડા દિવસે ફેન્સ માટે કોઈને કોઈ સરસ પોસ્ટ શેર કરતી રહે છે. જેને એના ફેન્સ ખૂબ જ પસંદ કરે છે
ફેન્સ એમની આ પોસ્ટ પર ઘણી બધી લાઇક્સ અને કૉમેન્ટ્સ કરે છે. પણ આ વખતે એક્ટ્રેસ એની પોસ્ટ માટે નહીં પણ એક ખુલાસાની લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસે ખુલાસો કર્યો છે જે એમને બાળપણમાં એક ખૂબ જ સખત સજા આપવામાં આવી હતી
તમને જણાવી દઈએ એ એકવાર પ્રિયંકા ચોપરાએ ખૂબ જ રસપ્રદ ખુલાસો કર્યો હતો. એક્ટ્રેસે આ ખુલાસો ધ અનુપમ ખેર શોમાં કર્યો. એક્ટ્રેસે જણાવ્યું કે એકવાર એમને એના પિતા સાથે ઊંચા અવાજમાં વાત કરી હતી. જેના કારણે એમના પરિવારે એમને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દીધી હતી.
પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે ત્યારે એમની ઉંમર ઘણી નાની હતી અને એમને બોર્ડિંગ સ્કૂલમાં કલાસ થર્ડમાં મુકવામાં આવી હતી. સાથે જ એક્ટ્રેસે એ પણ જણાવ્યું કે જ્યારે એમના પરિવારના લોકો મારી સાથે વાત કરવા મને ફોન કરતા હતા તો એ એમની સાથે વાત કરવાની ના પાડી દેતી હતી.
એ સિવાય પ્રિયંકાએ કહ્યું કે એ જ્યારે નાની હતી તો એ ખૂબ વાતુંડી હતી. જેના કારણે એમનું નામ મિઠ્ઠું રાખવમાં આવ્યું હતું જે એમને જરાય ગમતું નહોતું
અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાની વાત પૂરી કરતા કહ્યું કે જ્યારે તે પહેલીવાર તેની માસીના ઘરે અમેરિકા ગઈ હતી ત્યારે તેણે ત્યાં જતાં જ ત્યાં જ રહેવાનો ઈરાદો બનાવી લીધો હતો. પ્રિયંકાએ જણાવ્યું કે એકવાર તે તેના પિતરાઈ ભાઈની સ્કૂલ જોવા ગઈ હતી. જે દરમિયાન ત્યાં ટેસ્ટ ચાલી રહ્યા હતા. પ્રિયંકાએ તે ટેસ્ટ પણ આપ્યા અને તે પાસ પણ થઈ. સ્કૂલને તેનો રિપોર્ટ એટલો ગમ્યો કે સ્કૂલે તેને એડમિશન માટે ઑફર કરી અને પ્રિયંકાએ ત્યાં એડમિશન લીધું.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment