પિકનિકનું સત્ય શું કામ છુપાવ્યું અનુજે ? અનુજ અનુપમાને આપશે દરેક સવાલોના જવાબ…

મનોરંજન

ટીવી શો અનુપમાનો હાલનો એપિસોડ ચાહકોના મનમાં છેલ્લા ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા તમામ પ્રશ્નોના જવાબ આપશે. પૂજા દરમિયાન વાતાવરણ ગરમ થયા પછી અનુપમા કહેશે કે આ તેના ઘરની વાત છે તેથી તે તેના ઘરમાં જ સમાધાન કરવા માંગે છે.તે અનુજ, બરખા, અંકુશ અને માયા સાથે કાપડિયા હાઉસે પરત આવશે. અનુપમા તેના અનુજ સામે પોતાની નારાજગી વ્યક્ત કરશે.

અનુજ અનુપમાના પ્રશ્નોના જવાબ આપશે.

અનુપમા ભાવુક થઈ જશે અને અનુજ કાપડિયાને પૂછશે કે વનરાજ વિશે કહેવું તેના માટે સરળ નહોતું, પરંતુ તેમ છતાં તેણે કીધું , તો પછી અનુજ તમે માયાની વાત મારાથી કેમ છુપાવી? તેને આ વાત કાવ્યા પાસેથી કેમ ખબર પડી?

આ સાંભળીને અનુજ પણ ઇમોશનલ અને દુઃખી થઈ જશે અને કહેશે કે તે ઈચ્છતો ન હતો કે તેની પત્ની ફરી એકવાર વિશ્વાસઘાતનાં આ દુઃખ માંથી પસાર થાય.તે તેંને નુકસાન પહોંચાડવા માંગતો ન હતો.અનુજ કહેશે કે તેણે કંઈ ખોટું કર્યું નથી, પરંતુ તેમ છતાં સત્ય છુપાવવું તેની ભૂલ છે.

સમર માટે અનુપમા કરતાં ડિમ્પી વધુ મહત્વની બની..

બીજી તરફ શાહ નિવાસમાં બે પક્ષ અલગ થતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જ્યારે ડિમ્પલ માયાને સપોર્ટ કરી રહી છે, પાખી, કિંજલ અને અધિક અનુપમાને સપોર્ટ કરી રહ્યા છે. જેમાં સમર પણ ડિમ્પલને સપોર્ટ કરતો જોવા મળશે જે પછી પાખી તેને કહેશે કે આ છોકરીના આવ્યા પછી 2 દિવસમાં ડિમ્પલ અનુપમા કરતાં વધુ મહત્વની બની ગઈ છે.

વનરાજના હૃદયને થશે શાંતિ.

કાવ્યા અને વનરાજના સંબંધોની વાત કરીએ તો ત્યાં પણ જોરદાર લડાઈ થશે. વનરાજ તેની પત્નીને ધમકી આપીને તેના પર દબાણ લાવવાનો પ્રયત્ન કરશે પણ કાવ્યા તેનાથી ડરશે નહીં.

કાવ્યા વનરાજ શાહ પર બૂમો પાડશે અને તેના પ્રશ્નોના યોગ્ય જવાબ આપશે. વનરાજ શાહ એ વિચારીને ખુશ થશે કે અનુજ તેમના જેવો જ છે, એટલો મહાન માણસ નથી..