પેટની વધારાની ચરબી થી છુટકારો મેળવવા કરો આ ઉપાય, જેનાથી બધી ચરબી ઓગળી જશે…

ઉપયોગી ટીપ્સ

શું તમે પણ પેટની સમસ્યાથી પરેશાન છો, અને ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ જો સફળતા નથી મળી તો, આ ઉપાય તમારા માટે જ છે. જેને અજમાવીને તમે પેટની વધારાની ચરબી થી છુટકારો મેળવી શકશો. પરંતુ એક બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે, આ ઉપાય નિયમિત કરવા જોઈએ. આ ઉપાય નિયમિત અપનાવવામાં આવે તો એની અસર દેખાવા લાગે છે.

ખાંડ અને મીઠું ઓછું ખાવું જોઈએ –મીઠામાં સોડિયમનું પ્રમાણ રહેલું છે. જે સ્થૂળતા વધવાનું કારણ બની શકે છે. ઉપરાંત ખાંડની બનેલી વસ્તુઓ ખાવાથી પણ વજનમાં વધારો થાય છે.

ભૂખ પર નિયંત્રણ રાખો –ખાસ કરીને શિયાળાની ઋતુમાં વધુ ખાવાની ઇચ્છા થતી હોય છે. એવું જરૂરી નથી કે જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવાની ઈચ્છા થાય પરંતુ જ્યારે શરીરમાં પાણીની ઊણપ હોય ત્યારે પણ એવું થતું હોય છે. તો જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવાની જગ્યાએ પાણી પી લેવું જોઈએ. પાણી પીધા પછી પણ ભૂખ લાગે તો ખાવું જોઈએ.

ફાઇબર યુક્ત ખોરાકનું પ્રમાણ વધારવું જોઈએ-
ફાઇબર યુક્ત ખોરાક લેવાથી પાચન ક્રિયા સરળ બને છે. ઉપરાંત એસીડીટી નિયંત્રણમાં રહે છે અને સ્થૂળતા વધતી નથી. ઉપરાંત મેંદાની બનેલી વાનગીઓ ખાવી જોઈએ નહીં.

વ્યાયામ કરવો જોઈએ-સારા સ્વાસ્થ્ય માટે નિયમિત રીતે કસરત કરવી જોઈએ. વધારાની ચરબી ઘટાડવા માટે પણ નિયમિત કસરત કરવી જરૂરી છે. એમાં પેટ અને કમરની ચરબી ઘટાડો થાય એવી કસરત કરવી જોઈએ.

ગરમ પાણી-ગરમ પાણી પીવાની ટેવ પાડવી જોઈએ. જો ગરમ પાણીનું સેવન કરવામાં આવે તો શરદી અને ફ્લૂથી પણ છુટકારો મળે છે. સાથે ચરબીમાં ઘટાડો થાય છે. એના માટે સવારે ઊઠીને હૂંફાળું ગરમ પાણી પીવું જોઈએ. એનાથી પાચનક્રિયાની સરળ બને છે. જો નિયમિત ગરમ પાણી પીવામાં આવે તો બે અઠવાડિયામાં જ અસર દેખાય છે.