માતાના પેટમાં રહેલું બાળક પગ મારે તેની પાછળ રહેલા છે આ ચાર કારણો, જાણી લો આ માહિતી અને તેનો અર્થ..

જાણવા જેવું

કોઈ પણ મહિલા માટે પ્રથમ વાર માતા બનવાની લાગણી ખૂબ જ સારો અહેસાસ કરાવે છે. જો તમે કોઈ પણ ગર્ભવતી સ્ત્રી કે કોઈ પણ માતા ને પૂછો કે તમે ગર્ભવતી હોવ તો તે સમયે તેના પેટમાં રહેલું બાળક પગ મારે તો તેને કેવો અનુભવ થાય છે? આના જવાબ માં મહિલા હમેશાં એવું જ કહેશે કે, મારું બાળક મને પગ નથી મારી રહ્યું, પરંતુ તે મને ગળે લગાડીને વહાલ કરે છે અને તે એને ખુબ જ આનંદની અનુભૂતિ કરાવે છે.

અમે તમને જણાવી દઈએ કે જ્યારે બાળક પ્રથમ વાર માતાને પેટમાં રહીને જ પગ મારતું હોય તો તેનો મતલબ એ છે કે તેનો માતૃત્વની દુનિયામાં પ્રવેશ થઈ રહ્યો છે. પ્રથમ વાર માતા બનવાનો અનુભવ દરેક મહિલા માટે ખૂબ જ ખાસ અને આનંદમય હોય છે, તેની પાસે એક એવી પળ હોય છે જેને તે ક્યારેય પણ ભૂલી શકતી નથી.

સતત ૯ મહિના સુધી તે પોતાની અંદર એક અલગ શક્તિનો અનુભવ કરે છે, જે નવા જીવનને જન્મ આપવાની અનુભૂતિ કરાવે છે. માં બનવાની ખુશી કંઇક અલગ જ અહેસાસ કરાવે છે, કારણ કે તે સમયે તેના ગર્ભ માં એક બાળક હોય છે.

જ્યારે તે બાળક ગર્ભ માંથી એની માતા ને પગ મારે છે, ત્યારે તેની અનુભૂતિ માતા માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે માતા ને બાળક પ્રત્યે લાગણી વધારે વધી જતી હોય છે. દરેક ગર્ભવતી મહિલાને આવું જરૂરથી થતું હોય છે.

પ્રથમ કારણ :- જ્યારે માતાના ગર્ભ માંથી બાળક પગ મારતું હોય તો તેનો મતલબ એ થાય છે કે બાળકનું સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત છે. જો બાળકનું સ્વાસ્થય તંદુરસ્ત હોય તો તે પોતાની માતા ને ગર્ભ માં રહીને લાત મારતું રહે છે.

બીજું કારણ :- જ્યારે ગર્ભવતી મહિલા ભોજન કરતી હોય ત્યારે તે ભોજન બાળક સુધી પણ પહોંચતુ હોય છે, જો બાળક માતા ના ભોજન કરી લીધા પછી પગ મારે તો સમજવું જોઈએ કે ભોજન બાળક સુધી પહોંચી ગયું છે.

આ છે ત્રીજું કારણ :- જ્યારે પણ માતા ડાબી બાજુના પડખે સુવે ત્યારે લોહીનો પ્રવાહ વધી જાય છે, અને આ જ કારણથી બાળક તે સમયે વધારે પગ મારવાનું શરૂ કરી દેતું હોય છે.જ્યારે પણ બાળકને બહારનું વાતાવરણ અને કોઈ પ્રતિક્રિયાની અસર થાય અથવા અનુભૂતિ થાય ત્યારે તે માતાના પેટમાં પગ મારે છે.

ચોથું કારણ :- ઘણી વાર માતાને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળતું હોય તો બાળક તરત પગની લાત મારવાનું શરૂ કરી દે છે, કારણ કે બાળક સુધી પણ ઓક્સિજન પહોંચી શકતું નથી. જો માતાને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળી રહે તો તેની અસર બાળક પર પણ સીધી પડે છે. આવી પરિસ્થિતિમાં ખૂબ જ વધારે ધ્યાન રાખવું જરૂરી છે.