પેટ સબંધિત સમસ્યા રહેતી હોય તો તાત્કાલિક રાહત મેળવવા માટે જરૂર કરો આ ઘરેલું ઉપાય, તરત જ મળશે રાહત..

સ્વાસ્થ્ય

આજકાલ  લોકો પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. બધા લોકોને અલગ અલગ પ્રકારે એસીડીટી થતી હોય છે. કોઈ યુવાન દરેક લોકો પેટ ની ગેસ સબંધિત સમસ્યા થી પરેશાન હોય છે. પેટમાં એસીડીટી થતી રોકવા અને છાતીમાં દુ:ખાવાનો ઈલાજ કરવાં લગભગ બધા લોકો દવાનો સહારો લે છે. પરતું ઘરેલુ ઉપાય અને દેશી આયુર્વેદિક નુસખાથી પણ આ સમસ્યા આસાનીથી દૂર કરી શકાય છે.

પેટમાં ગેસ બનવાનું કારણ: વધારે ખોરાક ખાવાથી ગેસ બનવાનું શરૂ થાય છે, ખાવા-પીવા દરમ્યાન હવા પેટમાં જાય, ધૂમ્રપાન, મસાલેદાર અને તળેલા ખોરાકના કારણે ગેસ ઉત્પન્ન થાય છે. પેટ પણ ફૂલે છે. જેના પરિણામે ઘણી વખત ગંભીર બીમારી પણ થઈ શકે છે. તેથી કાળજી લેવી મહત્વપૂર્ણ છે. ઘરની કેટલીક વસ્તુઓ આ સમસ્યાઓથી તાત્કાલિક રાહત આપે છે. ચાલો તેમના વિશે જાણીએ.

જીરૂ: પેટમાં એસિડ ઓછું કરવા માટે જીરું પણ એક સારા ઈલાજ માટેની વસ્તુ છે. એના માટે અડધાથી એક ચમચી જીરું કાચું ચાવીને ખાવું અને 10 મિનિટ પછી ઉફાળું પાણી પી લેવું અને આ ઘરેલુ નુસખા અપનાવવાથી ગંભીરમાં ગંભીર એસિડિટીમાંથી રાહત મળી શકે છે.

આદુ: આદુ ગેસની સમસ્યામાં ત્વરિત રાહત આપે છે. લગભગ એક ઇંચ તાજા કાચા આદુને છીણવું અને તેને લીધા પછી એક ચમચી લીંબુનો રસ લો. પેટ ફૂલી જતું હોય ત્યારે મુશ્કેલીમાં આદુ ખૂબ અસરકારક છે. ગેસની સમસ્યાથી રાહત મેળવવા માટે આદુની ચા પીવી એ ઘરેલું ઉપાય પણ છે.

એપલ સીડર વિનેગાર- રોજ સવારે એક ગ્લાસ પાણીમાં એક સફરજન સીડર વિનેગર પીવો. તેનાથી તમને આખો દિવસ પેટ ફુલવાની તકલીફ અથવા ગેસની સમસ્યાથી રાહત મળશે. તમે સફરજન સીડર વિનેગર બદલે લીંબુનો રસ પણ પી શકો છો.

છાતીમાં બળતરા અને પેટમાં એસિડના અન્ય ઉપાય: પેટમાં એસિડની સમસ્યા વધારે થવા પર વધારે ખાવાનું ખાવાથી બચવું જોઈએ એ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જયારે આપણે પેટ ફૂલ થઇ ગયું હોય ત્યાર પછી પણ ખાવાનું ખાઈએ છીએ, ત્યારે તે એસીડીટી અને છાતીમાં બળતરાનું મુખ્ય કારણ બને છે. ગેસ્ટ્રો સંજીવની એ પેટ અને ગેસ સાથે સંકળાયેલી ઘણી બીમારીઓથી બચાવે છે.

વરિયાળીની ચા: વરિયાળીનો ઉપયોગ ઘરેલું ઉપચારમાં થાય છે. તમે વરિયાળીને આખી રાત પલાળીને સવારે તેને ગાળીને તેનું પાણી પી શકો છો. તેનાથી પેટની સમસ્યા દૂર થાય છે. જો તમારા પેટમાં સોજો આવે છે તો એક કપ ગરમ વરિયાળીની ચા પીવો. આ તમને ઘણી રાહત આપશે.