પેન્ટના ખિસ્સામાં મોબાઈલ રાખવાથી શુક્રાણુઓ પર થાય છે ખરાબ અસર.. જાણો મહિલાને માતા બનવામાં થાય છે સમસ્યા..

સહિયર

આજકાલ મોબાઇલ દરેક લોકો માટે ખુબ જ જરૂરી થઇ ગયો છે. દરેક લોકો મોબાઈલ હંમેશાં સાથે જ રાખતા હોય છે, અને ઘણીવાર યુવકો મોબાઈલ પેન્ટના ખિસ્સામાં જ રાખતા હોય છે, ઘણા લોકોને મોબાઈલ ખિસ્સામાં નાખવાની જ આદત હોય છે, પરંતુ શું તમે પણ તમારા મોબાઇલને લાંબા સમય સુધી ખિસ્સામાં રાખી રહ્યા છો તો તમને એની ખરાબ અસર લાંબા સમય પછી અસર થાય છે.

એના કારણે તમને વંધ્યત્વની ગંભીર બીમારી પણ થઇ શકે છે. મોબાઇલ ફક્ત સ્વાસ્થ્ય માટે જ જોખમી થતું નથી, પણ આ ટેવ પુરુષોને સંપૂર્ણ નપુંસક પણ બનાવી શકે છે. અને જેના કારણે મહિલાઓ માતા બની શકતી નથી. માતૃત્વ એ એક અનોખો અનુભવ હોય છે, જે પોતાની સાથે અનેક જવાબદારી, કેટલીક માન્યતા અને કાંઈક ડર પણ લઈ આવે છે.

ખાસ કરીને, પ્રથમવાર જે સ્ત્રી માતા બની રહી છે, તેમને આવો અનુભવ મોટા પ્રમાણમાં થતો હોય એવું લાગે છે.  ખાસ કરીને એવા લોકો જેઓ લાંબા સમય સુધી મોબાઇલનો ઉપયોગ કરે છે અને તેઓ પોતાનો મોબાઇલ પેન્ટના ખિસ્સામાં રાખી મૂકે છે. એને આ બિમારી માટે કોઈ નિશ્ચિત સારવાર નથી. એકવાર જો આ બીમારી થઈ જાય છે તો તેને સંપૂર્ણપણે દૂર કરી શકાતી નથી.

આ પાછળના ખિસ્સામાં મોબાઈલ રાખવાની ટેવ પુરુષોના શુક્રાણુઓની ગુણવત્તાને પણ અસર કરે છે, જે સમય જતા વંધ્યત્વનું કારણ પણ બની શકે છે. એક નવા સંશોધન મુજબ જો તમે મોબાઇલ અંડકોષ કે પછી કમરની નીચે રાખતા હોય તો તમારું વીર્ય સ્તર એટલું નીચે જતું રહે છે કે તમે કલ્પના પણ નથી કરી શકતા.

એટલા માટે એવું કહેવામાં આવે છે કે ભૂલથી પણ મોબાઇલને તમારા પેન્ટના ખિસ્સામાં રાખવો ન જોઈએ. હમણાં જ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મોબાઇલ જીન્સ અથવા પછી પેન્ટના ખિસ્સામાં ન રાખવો જોઈએ.

મોબાઇલ ફોન માંથી રેડિયેશન ના કિરણો શુક્રાણુઓની સંખ્યાને નુકસાન પહોંચાડી શકે છે. જેનાં કારણે મહિલાને માતા બનવામાં સમસ્યા આવે છે. મોબાઈલ ચાર્જ કરતી વખતે પણ વાત કરવાથી ખુબ જ નુકસાનકારક છે. તે પુરુષોના વીર્યને ખુબ જ સીધી અસર કરે છે. રાત્રે પણ મોબાઇલને સંપૂર્ણપણે દૂર રાખીને સુવાની સલાહ આપવામાં આવે છે.

મોબાઈલ માંથી જોખમી રેડિયેશન નીકળતા હોય છે, જે પુરૂષના વીર્યના પ્રજનનને મોટા પ્રમાણમાં ઘટાડો કરે છે. એક સંશોધન મુજબ પેન્ટના ખિસ્સામાં જો મોબાઇલ ફોન રાખવામાં આવે તો પુરૂષ વીર્યની સંભાવના ૯% સુધીની ઘટી જતી હોય છે. એટલા માટે ક્યારેય પણ પેન્ટના ખિસ્સામાં મોબાઈલ ફોન ન રાખવો.